Loading Date... Gold 24K: ₹90,550 | Silver 1kg: ₹106,835 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે સ્ત્રીરોગના કેન્સરની જટિલ સર્જરીઓને વેગ; તાજેતરમાં 10 થી વધુ સર્જરીઓ કરવામાં આવી

શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે સ્ત્રીરોગના કેન્સરની જટિલ સર્જરીઓને વેગ; તાજેતરમાં 10 થી વધુ સર્જરીઓ કરવામાં આવી
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ડૉ. નિકુંજ પટેલ (કેન્સર સર્જન) ના નેતૃત્વમાં નિષ્ણાત ટીમ દ્વારા ગાયનેકોલોજીકલ કેન્સરની સર્જરીઓ; અમરેલીમાં જ નિદાનથીલઈને યોગ્ય સારવાર સુધીની સુવિધાઓ મજબૂત બનાવવા પ્રયાસઅમરેલી: સ્ત્રીરોગના કેન્સરથી પીડિત મહિલાઓને સારવાર માટે મોટા શહેરોમાં જવાની મુશ્કેલી ઓછી થાય અને શક્ય તેટલીન...

ડૉ. નિકુંજ પટેલ (કેન્સર સર્જન) ના નેતૃત્વમાં નિષ્ણાત ટીમ દ્વારા ગાયનેકોલોજીકલ કેન્સરની સર્જરીઓ; અમરેલીમાં જ નિદાનથી


લઈને યોગ્ય સારવાર સુધીની સુવિધાઓ મજબૂત બનાવવા પ્રયાસ


અમરેલી: સ્ત્રીરોગના કેન્સરથી પીડિત મહિલાઓને સારવાર માટે મોટા શહેરોમાં જવાની મુશ્કેલી ઓછી થાય અને શક્ય તેટલી

નિષ્ણાત સારવાર અમરેલીમાં જ ઉપલબ્ધ બને તે દિશામાં શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી દ્વારા કામગીરી કરવામાં આવી રહી

છે. હોસ્પિટલ ખાતે ગાયનેકોલોજીકલ કેન્સર સર્જન ડૉ. નિકુંજ પટેલ દ્વારા તાજેતરના સમયમાં 10 થી વધુ સ્ત્રીરોગના કેન્સરની

સફળ સર્જરીઓ કરવામાં આવી છે. આ સર્જરીઓ બાદ દર્દીઓની રિકવરી સંતોષકારક રહી છે.

ડૉ. નિકુંજ પટેલને ૬ વર્ષથી વધુનો તબીબી અનુભવ છે અને તેઓ પોતાની ટીમ સાથે હજારો સર્જરીઓનો અનુભવ ધરાવે છે.

હોસ્પિટલની ઓન્કો સર્જરી ટીમમાં એમ.સી.એચ. ઓન્કો સર્જન ડૉ. વીર શાહ અને એમ.સી.એચ. ઓન્કો સર્જન ડૉ. મિત

રોજેસરા સહિતના નિષ્ણાત તબીબોનો પણ સમાવેશ થાય છે. આ નિષ્ણાત ટીમના સંકલનથી દર્દીઓને કેન્સરના પ્રકાર અને તબીબી

જરૂરિયાત અનુસાર યોગ્ય સર્જિકલ સારવાર અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ગર્ભાશયના મુખનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સર તથા સ્ત્રી પ્રજનનતંત્રને લગતા અન્ય કેન્સરમાં સમયસર નિદાન અને

યોગ્ય સારવાર અત્યંત મહત્ત્વપૂર્ણ છે. દર્દીની તબીબી સ્થિતિ, તપાસના રિપોર્ટ અને રોગના તબક્કાને ધ્યાનમાં રાખીને સર્જરીની

પદ્ધતિ નક્કી કરવામાં આવે છે. યોગ્ય દર્દીઓમાં દૂરબીન દ્વારા સર્જરી (લેપ્રોસ્કોપિક સર્જરી) કરવામાં આવે છે, જ્યારે જરૂરિયાત

મુજબ પરંપરાગત ઓપન સર્જરી પણ કરવામાં આવે છે.

કેન્સરની સારવારમાં માત્ર સર્જરી જ નહીં, પરંતુ રોગના તબક્કા અનુસાર કીમોથેરાપી, રેડિયેશન થેરાપી અને અન્ય નિષ્ણાતોની

સલાહની પણ જરૂર પડી શકે છે. તેથી નિદાનથી લઈને સર્જરી, આગળની સારવાર અને ફોલોઅપ સુધી દર્દીને યોગ્ય માર્ગદર્શન મળે

તે મહત્ત્વપૂર્ણ છે.

આ જ હેતુને આગળ વધારવા તાજેતરમાં અમરેલીના સ્ત્રીરોગ નિષ્ણાતોની રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્સરના નિદાન

બાદ દર્દીને જરૂરી તપાસ, સર્જરી અને આગળની સારવાર અમરેલીમાં જ શક્ય બને તે માટેની સુવિધાઓ, વિવિધ નિષ્ણાતો વચ્ચે

સંકલન અને દર્દીઓને સમયસર યોગ્ય માર્ગદર્શન આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અમરેલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને નિષ્ણાત સારવાર માટે દૂરનાં શહેરોમાં જવું પડે ત્યારે મુસાફરી, સમય

અને પરિવારની વ્યવસ્થા સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિક સ્તરે નિષ્ણાત સર્જરી અને સંકલિત સારવારની

સુવિધાઓ મજબૂત બને તો દર્દીઓ માટે સારવારની પ્રક્રિયા વધુ સુલભ બની શકે છે.

શાંતાબા જનરલ હોસ્પિટલનો પ્રયાસ અમરેલી તથા આસપાસના વિસ્તારોની મહિલાઓને નિષ્ણાત તબીબી માર્ગદર્શન, જરૂરી

સર્જરી અને રોગની જરૂરિયાત મુજબ સંકલિત કેન્સર સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. સમયસર તબીબી તપાસ કરાવવી અને

નિષ્ણાતની સલાહ મુજબ સારવાર શરૂ કરવી એ આ દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)