Loading Date... Gold 24K: ₹90,460 | Silver 1kg: ₹106,729 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની સહિત ડેલિગેશન ગુજરાતની મુલાકાતે

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની સહિત ડેલિગેશન ગુજરાતની મુલાકાતે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભારત અને દેશમાં વિકાસના રોલ મોડેલ તેમજ ગ્રોથ એન્જિન તરીકે ઓળખાતા ગુજરાતની સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રી જોનન સ્વિનીના અધ્યક્ષસ્થાને કુલ ૧૧ સભ્યોનું પ્રતિનિધિ મંડળ તા.

ભારત અને દેશમાં વિકાસના રોલ મોડેલ તેમજ ગ્રોથ એન્જિન તરીકે ઓળખાતા ગુજરાતની સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રી જોનન સ્વિનીના અધ્યક્ષસ્થાને કુલ ૧૧ સભ્યોનું પ્રતિનિધિ મંડળ તા. ૨૨ થી ૨૫ ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાત આવ્યું છે.


તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગાંધીનગરમાં તૈયાર થયેલી વૈશ્વિક કક્ષાની ગિફ્ટ સિટીની શ્રીયુત જોનના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે આજે પ્રત્યક્ષ મુલાકાત કરી હતી.


આ મુલાકાત વેળાએ ગિફ્ટ સિટીના સર્વાંગી વિકાસ,અલગ અલગ નાણાકીય સેવાઓ, રોકાણ તથા નિકાસના વિવિધ ક્ષેત્રો અંગેની જાણકારી મેળવીને શ્રીયુત જોન સ્વિની તેમજ પ્રતિનિધિ મંડળ પ્રભાવિત થયું હતું. 


આ ઉપરાંત ગિફ્ટ સિટીમાં અતિ આધુનિક એવી 'યુટિલિટી ટનલ'ની સુવિધાઓ નિહાળીને શ્રીયુત જોને એડવાન્સ ટેકનોલોજીના વખાણ કર્યા હતા.


યુટિલિટી ટનલ' સિસ્ટમ:


ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) અને અદ્યતન સ્માર્ટ સિટી 'ગિફ્ટ સિટી' હાઇ-રાઇઝ ઇમારતો અને સઘન વસ્તીને ધ્યાનમાં રાખીને માળખાકીય સુવિધાઓના નિર્માણમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ અને દુનિયા માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી રહી છે. વધતી વસ્તી સાથે વીજળી, પીવાનું પાણી, કૂલિંગ અને ટેલિકોમ્યુનિકેશન જેવી આવશ્યક સેવાઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ગિફ્ટ સિટી દ્વારા અદ્યતન ‘યુટિલિટી ટનલ’ સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જે શહેરની વાસ્તવિક કરોડરજ્જુ તરીકે કાર્ય કરી રહી છે.


સામાન્ય રીતે શહેરોમાં માળખાકીય સુવિધાઓના રિપેરિંગ કે નવનીકરણ માટે રસ્તાઓ વારંવાર ખોદવામાં આવતા હોય છે, જેનાથી નાગરિકોને અગવડ પડે છે અને શહેરનું સૌંદર્ય પણ બગડે છે. આ પરંપરાગત સમસ્યાના કાયમી ઉકેલરૂપે ગિફ્ટ સિટીએ વિશ્વના અગ્રણી સ્માર્ટ સિટીઝથી પ્રેરિત થઈને ભૂગર્ભ યુટિલિટી ટનલનું નિર્માણ કર્યું છે. આ સિસ્ટમ હેઠળ તમામ સેવાઓનું નેટવર્ક જમીનની અંદર સેટ કરવામાં આવ્યું છે, જેનાથી રસ્તાઓ પર ખોદકામ કરવાની જરૂર પડતી નથી.


યુટિલિટી ટનલ સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ:


 જમીનનો આદર્શ ઉપયોગ:

 ટનલ માટે જમીનની એક નાની પટ્ટીનો જ ઉપયોગ થાય છે. તેની ઉપરની જગ્યાનો બસ સ્ટોપ, પેડેસ્ટ્રિયન વોક-વે, બેસવાની જગ્યાઓ તેમજ નાની દુકાનો કે કિઓસ્ક માટે ઉપયોગ કરી શકાય છે.


 * સુવિધાઓનું વર્ગીકરણ:

 વીજળીના કેબલ, પીવાના પાણીની પાઇપલાઇન, ડિસ્ટ્રિક્ટ કૂલિંગ પાઇપલાઇન, ઓટોમેટેડ સોલિડ વેસ્ટ પાઇપલાઇન, ઓટોમેશન કેબલ અને સંચાર કેબલ ટનલની અંદર ગોઠવવામાં આવ્યા છે.


   * ટનલની રચના: ટનલના ઉપરના ભાગમાં બેકઅપ સિસ્ટમ ધરાવતા ઇલેક્ટ્રિકલ કેબલ અને નીચેના ભાગમાં પાણી, કચરા નિકાલ અને સંચાર લાઇન ગોઠવવામાં આવી છે.


   સમર્પિત કોરિડોર:

 સુરક્ષાના કારણોસર સીવેજ (ગટર), સ્ટોર્મવોટર અને ગેસ પાઇપલાઇનને ટનલની બહાર એક અલગ સમર્પિત કોરિડોરમાં મૂકવામાં આવ્યા છે.


 * SCADA દ્વારા ડિજિટલ મોનિટરિંગ:*


 સમગ્ર યુટિલિટી ટનલનું સુપરવિઝન સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાંથી SCADA (Supervisory Control and Data Acquisition) ટેકનોલોજી દ્વારા ૨૪ કલાક કરવામાં આવે છે. જો કોઈ વિસ્તારમાં તકનીકી સમસ્યા સર્જાય, તો કંટ્રોલ રૂમ દ્વારા મેન્ટેનન્સ ટીમને ત્વરિત જાણ કરવામાં આવે છે, જેથી રસ્તા પર વાહનવ્યવહારને ખલેલ પહોંચાડ્યા વિના ઝડપી રિપેરિંગ શક્ય બને છે.


ભવિષ્યલક્ષી આયોજન અને વિસ્તરણ:

શહેરના ભાવિ વિકાસ અને નવી બનનારી ઇમારતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ટનલનું આયોજન કરવામાં આવ્યું છે.


વધુમાં સમગ્ર ગિફ્ટ સિટીમાં કુલ ૧૬ કિલોમીટર લાંબી યુટિલિટી ટનલ બનાવવાનું લક્ષ્યાંક છે.જે પૈકી ૫.૫ કિલોમીટર નેટવર્ક હાલમાં પૂર્ણપણે કાર્યરત છે. જ્યારે અન્ય ૫.૫ કિલોમીટર ટનલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.બાકી રહેલો ભાગ શહેરના તબક્કાવાર વિકાસ સાથે પૂર્ણ કરવામાં આવશે. નવી બનતી ઇમારતોને બેઝમેન્ટ દ્વારા સીધી જ આ ટનલ નેટવર્ક સાથે જોડી દેવામાં આવે છે.


ગિફ્ટ સિટીની આ યુટિલિટી ટનલ માત્ર એક ટેકનોલોજીકલ સિદ્ધિ નથી, પરંતુ તે પર્યાવરણ-અનુકૂળ, ટકાઉ, આધુનિક અને વિશ્વસ્તરીય નાગરિક સુવિધાઓ પ્રદાન કરવાની ગિફ્ટ સિટીની કટિબદ્ધતા દર્શાવે છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)