Loading Date... Gold 24K: ₹90,602 | Silver 1kg: ₹106,896 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)ની રજૂઆત GRD અને TRB જવાનોના બાકી પગાર અને દિવાળી બોનસનો મુદ્દો ભારત સરકારના કેબિનેટ સેક્રેટરી સુધી પહોંચાડ્યો

ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વરસડા ગામે રૂ. ૫.૯૩ કરોડના ખર્ચે વરસડા-નાના માચિયાળા માર્ગના રિસર્ફેસિંગનું ખાતમુહૂર્ત

ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વરસડા ગામે રૂ. ૫.૯૩ કરોડના ખર્ચે વરસડા-નાના માચિયાળા માર્ગના રિસર્ફેસિંગનું ખાતમુહૂર્ત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી વિધાનસભા ક્ષેત્રના વરસડા ગામે ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અંદાજિત રૂ. ૫.૯૩ કરોડના ખર્ચે ૮.૨ કિલોમીટર લાંબા વરસડા-નાનામાચિયાળા માર્ગના  રિસર્ફેસિંિંગ તમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અમરેલી વિધાનસભા ક્ષેત્રના વરસડા ગામે ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અંદાજિત રૂ. ૫.૯૩ કરોડના ખર્ચે ૮.૨ કિલોમીટર લાંબા વરસડા-નાનામાચિયાળા માર્ગના  રિસર્ફેસિંિંગ તમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજકોટના ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમથી ગ્રામ્ય વિસ્તારની માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

 

વરસડા-નાનામાચિયાળા માર્ગના નિર્માણથી બંને ગામો વચ્ચેની અવરજવર વધુ સરળ અને સુગમ બનશે. આ માર્ગ સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને વાહનચાલકો માટે પરિવહનની સુવિધામાં વધારો કરવામાં ઉપયોગી બનશે. માર્ગ સુવિધાઓના વિકાસથી ગ્રામ્ય વિસ્તારોમાં રોજિંદી અવરજવર ઉપરાંત કૃષિ સહિતની આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.

 

આ પ્રસંગે ઉર્જા રાજ્યમંત્રીશ્રીએ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે માર્ગ અને અન્ય પાયાની સુવિધાઓના વિસ્તરણનું મહત્વ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગામડાં સુધી વિકાસની સુવિધાઓ પહોંચે અને લોકોની અવરજવર વધુ સરળ બને એ જ સરકારની પ્રાથમિકતા છે.

 

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. વરસડા-નાનામાચિયાળા માર્ગનું નિર્માણકાર્ય આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ બની રહેશે.

 

આ પ્રસંગે શ્રી કાળુભાઈ રાઠોડ, શ્રી વનરાજભાઈ કોઠીવાળ, શ્રી રણજીતભાઈ વાળા સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)