Loading Date... Gold 24K: ₹90,602 | Silver 1kg: ₹106,896 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)ની રજૂઆત GRD અને TRB જવાનોના બાકી પગાર અને દિવાળી બોનસનો મુદ્દો ભારત સરકારના કેબિનેટ સેક્રેટરી સુધી પહોંચાડ્યો

હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)ની રજૂઆત GRD અને TRB જવાનોના બાકી પગાર અને દિવાળી બોનસનો મુદ્દો ભારત સરકારના કેબિનેટ સેક્રેટરી સુધી પહોંચાડ્યો

હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)ની રજૂઆત GRD અને TRB જવાનોના બાકી પગાર અને દિવાળી બોનસનો મુદ્દો ભારત સરકારના કેબિનેટ સેક્રેટરી સુધી પહોંચાડ્યો
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ગુજરાતના GRD અને TRB જવાનોના બાકી પગાર તથા દિવાળી બોનસના ગંભીર પ્રશ્નને લઈને હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા ભારત સરકારના કેબિનેટ સેક્રેટરીશ્રી સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે.હ્યુમન રાઈટ્સ ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણી દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં ગુજરાત રાજ્યન...

ગુજરાતના GRD અને TRB જવાનોના બાકી પગાર તથા દિવાળી બોનસના ગંભીર પ્રશ્નને લઈને હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા ભારત સરકારના કેબિનેટ સેક્રેટરીશ્રી સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે.

હ્યુમન રાઈટ્સ ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણી દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં ગુજરાત રાજ્યના GRD અને TRB જવાનોને સમયસર પગાર ન મળવાની ગંભીર સમસ્યા તરફ કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

રજૂઆત મુજબ, TRB જવાનોનો ઓક્ટોબર મહિનાનો પગાર બાકી છે, જ્યારે GRD જવાનોને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનો પગાર મળ્યો નથી. દિવાળી જેવા પવિત્ર તહેવારના સમયે પગાર અને બોનસની ચુકવણીમાં વિલંબ થવાથી જવાનો તથા તેમના પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રજૂઆતમાં મુખ્ય માંગણીઓ:

GRD જવાનોના સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના બાકી પગારની તાત્કાલિક ચુકવણી કરવામાં આવે.

TRB જવાનોના ઓક્ટોબર મહિનાના બાકી પગારની તાત્કાલિક ચુકવણી કરવામાં આવે.

GRD અને TRB બંને જવાનોને યોગ્ય દિવાળી બોનસ આપવામાં આવે.

જવાનોને ભવિષ્યમાં સમયસર પગાર મળે તે માટે જરૂરી વહીવટી પગલાં લેવામાં આવે.

જવાનોના હક અને સન્માન માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશનની લડત ચાલુ રહેશે!

GRD અને TRB જવાનો રાજ્યની સુરક્ષા અને વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમના પરિશ્રમનું યોગ્ય વળતર સમયસર મળવું જરૂરી છે. જવાનોના હક, ન્યાય અને સન્માન માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા આ મુદ્દો ભારત સરકારના ઉચ્ચ વહીવટી સ્તરે રજૂ કરવામાં આવ્યો છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)