Loading Date... Gold 24K: ₹90,602 | Silver 1kg: ₹106,896 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)ની રજૂઆત GRD અને TRB જવાનોના બાકી પગાર અને દિવાળી બોનસનો મુદ્દો ભારત સરકારના કેબિનેટ સેક્રેટરી સુધી પહોંચાડ્યો

કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કુંકાવાવ તાલુકામાં કરોડોના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કુંકાવાવ તાલુકામાં કરોડોના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

 ગુજરાત રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કુંકાવાવ તાલુકાના દેવગામ અને દડવા રાંદલ મુકામે વિવિધ લોકઉપયોગી વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.

 ગુજરાત રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કુંકાવાવ તાલુકાના દેવગામ અને દડવા રાંદલ મુકામે વિવિધ લોકઉપયોગી વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત કરવાના હેતુથી રાજ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ વિસ્તારને વિવિધ વિકાસલક્ષી કાર્યોની ભેટ મળી છે.

 

આ વિકાસ કાર્યો અંતર્ગત દેવગામ મુકામે બાળકોના શ્રેષ્ઠ શિક્ષણ માટે નવનિર્મિત પ્રાથમિક શાળાના અદ્યતન બિલ્ડિંગનું રાજ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ સ્તરે શિક્ષણ સ્તરને વધુ ઉંચુ લાવવા અને વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી આ નવનિર્મિત બિલ્ડિંગ અંદાજે રૂ. ૭૨ લાખની માતબર રકમના ખર્ચે આકાર પામ્યું છે.

 

શિક્ષણ ઉપરાંત આ પંથકની રોડ કનેક્ટિવિટીને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે દેવગામથી સારંગપુર અને દેવગામથી દડવા રાંદલ સુવિધાપથના વિકાસકામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ-પંચાયતની ગ્રાન્ટ અંતર્ગત અંદાજે કુલ રૂ. ૨.૫ કરોડના અંદાજિત ખર્ચે આ બંને મહત્વપૂર્ણ સુવિધાપથનું નિર્માણ કરવામાં આવશે, જે વાહનચાલકોની મુસાફરી વધુ સુગમ બનાવશે.

 

આ જ પ્રવાસ દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ દડવા રાંદલ મુકામે પણ સ્થાનિક અને બહારથી આવતા મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અંદાજે રૂ. ૫ લાખના ખર્ચે તૈયાર થનારા નવા બસ સ્ટેન્ડના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું હતું, જે આગામી સમયમાં સ્થાનિક મુસાફરો માટે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થશે.

 

વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત હોદ્દેદારો, અગ્રણી શ્રી પી.વી. વસાણી, કુંકાવાવ એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી ગોપાલભાઈ અંટાળા,સરપંચશ્રીઓ અને ગ્રામ પંચાયત સભ્યો સહિતના મહાનુભાવો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)