Loading Date... Gold 24K: ₹90,602 | Silver 1kg: ₹106,896 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)ની રજૂઆત GRD અને TRB જવાનોના બાકી પગાર અને દિવાળી બોનસનો મુદ્દો ભારત સરકારના કેબિનેટ સેક્રેટરી સુધી પહોંચાડ્યો

ભરૂચ તાલુકાના હલદરવા ગામની પ્રાથમિક શાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો રાત્રિ વિશ્રામ

ભરૂચ તાલુકાના હલદરવા ગામની પ્રાથમિક શાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો રાત્રિ વિશ્રામ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ તાલુકાના હલદરવા ગામની પ્રાથમિક શાળાના સાધારણ કક્ષમાં રાત્રિ વિશ્રામ કર્યો હતો.

ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ તાલુકાના હલદરવા ગામની પ્રાથમિક શાળાના સાધારણ કક્ષમાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. વહેલી સવારે શાળાના પ્રાંગણમાં રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામવાસીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો.આ પ્રસંગે યોગ અને પ્રાણાયામના શારીરિક તથા માનસિક લાભોથી સૌને અવગત કરાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મસ્તિષ્કનો વાસ હોય છે. યોગ એ આપણી પ્રાચીન સંસ્કૃતિની એવી અમૂલ્ય ભેટ છે, જે આપણને શારીરિક અને માનસિક રીતે સુદ્રઢ તથા સશક્ત બનાવે છે. તેમણે વિદ્યાર્થીઓ અને નાગરિકોને યોગને પોતાની દૈનિક જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવા પ્રેરણા આપી હતી.વિદ્યાર્થીઓ અને યુવાધનને માર્ગદર્શન આપતા રાજ્યપાલશ્રીએ તેમને મોબાઈલની લત અને અસ્વસ્થ આદતોથી દૂર રહેવાની શીખ આપી હતી. તેમણે બાળકોને ઉચ્ચ નૈતિક સંસ્કારો, નિયમિતતા અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને સર્વોપરી રાખીને મન લગાવીને અભ્યાસ કરવા માટે હ્રદયપૂર્વક આહ્વાન કર્યું હતું.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)