Loading Date... Gold 24K: ₹90,167 | Silver 1kg: ₹106,383 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સ્વ-સહાય જૂથની બહેનોનાં હસ્તનિર્મિત ઉત્પાદનો દુબઈ, હોંગકોંગ અને નેધરલેન્ડ સુધી પહોંચ્યાં

સ્વ-સહાય જૂથની બહેનોનાં હસ્તનિર્મિત ઉત્પાદનો દુબઈ, હોંગકોંગ અને નેધરલેન્ડ સુધી પહોંચ્યાં
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલીની મહિલાઓનું હસ્તકૌશલ્ય આજે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. કોટનના થ્રેડમાંથી હાથ વડે તૈયાર કરવામાં આવતી વિવિધ ચીજવસ્તુઓ દુબઈ, હોંગકોંગ અને નેધરલેન્ડ સુધી પહોંચે, એ વાત અમરેલીની ક્રોચેટ સ્વસહાય જૂથની બહેનોની મહેનત, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસન...

અમરેલીની મહિલાઓનું હસ્તકૌશલ્ય આજે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. કોટનના થ્રેડમાંથી હાથ વડે તૈયાર કરવામાં આવતી વિવિધ ચીજવસ્તુઓ દુબઈ, હોંગકોંગ અને નેધરલેન્ડ સુધી પહોંચે, એ વાત અમરેલીની ક્રોચેટ સ્વસહાય જૂથની બહેનોની મહેનત, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસની સાફલ્યગાથા રજૂ કરે છે. વર્ષ ૨૦૧૯માં શરૂ થયેલી આ પહેલ આજે અનેક બહેનો માટે રોજગારી અને આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બની છે.

 

અમરેલી નગરપાલિકા ખાતે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનના ઉપક્રમે આયોજિત સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ-૨૦૨૬માં ૫૦ જેટલા સ્ટોલ્સ દ્વારા વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં ક્રોચેટ સ્વસહાય જૂથની બહેનોનો સ્ટોલ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં પ્રદર્શિત હસ્તનિર્મિત ચીજવસ્તુઓ મહિલાઓની કલાત્મક સૂઝ અને કૌશલ્યની સાથે સ્વદેશી ઉત્પાદનોમાં રહેલી વિશાળ સંભાવનાઓની પણ પ્રતીતિ કરાવે છે.

 

ક્રોચેટ સ્વસહાય જૂથનાં શ્રીમતી સકીનાબહેન ભારમલના જણાવ્યા અનુસાર, જૂથની ૨૫ જેટલી બહેનો કોટનના થ્રેડમાંથી હાથ વડે વિવિધ ચીજવસ્તુઓ તૈયાર કરે છે. તેમાં રમકડાં, કી-ચેઇન, ગુલદસ્તા, બ્રેસલેટ, બુકમાર્ક્સ અને ગિફ્ટ આઇટમ્સ જેવી અનેકવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. દરેક વસ્તુ પાછળ બહેનોની મહેનત, બારીક કારીગરી અને સર્જનાત્મકતા જોવા મળે છે.

 

હાથથી તૈયાર થતી આ ચીજવસ્તુઓ સ્વદેશી હોવાની સાથે વોશેબલ પણ છે. બજારમાં ઉપલબ્ધ મશીનથી બનતી વસ્તુઓથી અલગ, હસ્તનિર્મિત ઉત્પાદનોની આગવી ઓળખ અને વિશિષ્ટતા ગ્રાહકોને આકર્ષે છે. બહેનો પોતાની આવડત અને કૌશલ્યના આધારે વિવિધ ડિઝાઇનની વસ્તુઓ તૈયાર કરીને વેચાણ કરે છે, જેના થકી તેમને ઘરઆંગણે રોજગારી મેળવવાની તક મળે છે.

 

આ સ્વસહાય જૂથની સૌથી નોંધપાત્ર સિદ્ધિ એ છે કે બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી ચીજવસ્તુઓ માત્ર સ્થાનિક બજાર પૂરતી સીમિત રહી નથી, પણ સામાજિક સહયોગ અને યોગ્ય પ્રોત્સાહનના માધ્યમથી આ ઉત્પાદનો દુબઈ એરપોર્ટ ઉપરાંત હોંગકોંગ અને નેધરલેન્ડ સુધી પહોંચ્યાં છે. અમરેલીની બહેનોની કારીગરીને આંતરરાષ્ટ્રીય સ્તરે બજાર મળવું એ મહિલા ઉદ્યોગસાહસિકતાની સફળતાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે.

 

સામાન્ય રીતે ઘરકામ અને પારિવારિક જવાબદારીઓ સાથે સંકળાયેલી મહિલાઓને પોતાના કૌશલ્યના આધારે આવક મેળવવાની તક મળે, તો તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ક્રોચેટ સ્વસહાય જૂથની બહેનોની આ પહેલ દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, સામાજિક સહકાર અને બજારની ઉપલબ્ધતા દ્વારા ઘરઆંગણે થતી કારીગરીને પણ વૈશ્વિક ઓળખ અપાવી શકાય છે.

 

ક્રોચેટ સ્વસહાય જૂથની બહેનોને મહિને અંદાજે રૂ. ૩૫,૦૦૦ થી રૂ. ૪૦,૦૦૦ સુધીની આવક રળી રહી છે. જૂથમાં દરેક બહેન જેટલું કામ કરે છે, તે પ્રમાણે તેને રોજગારી અને આવક પ્રાપ્ત થાય છે. આ વ્યવસ્થા મહિલાઓને પોતાની અનુકૂળતા મુજબ કામ કરવાની અને પારિવારિક જવાબદારીઓ સાથે આર્થિક પ્રવૃત્તિમાં જોડાવાની તક પૂરી પાડે છે.

આવકનું આ માધ્યમ બહેનોમાં આત્મવિશ્વાસ વધારે છે અને પરિવારની આર્થિક પ્રગતિમાં તેમનું યોગદાન મજબૂત બનાવે છે. સાથે જ, સામૂહિક રીતે કામ કરવાથી બહેનો એકબીજાની આવડતમાંથી શીખે છે અને પોતાના ઉત્પાદનોની ગુણવત્તા તથા વિવિધતામાં વધારો કરી શકે છે.

 

ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનના પ્રયાસોથી શહેરી વિસ્તારનાં મહિલા સ્વસહાય જૂથોને પોતાની કારીગરી પ્રદર્શિત કરવા અને ઉત્પાદનોના વેચાણ માટે નવી તકો મળી રહી છે. સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ જેવાં આયોજનો સ્થાનિક ઉત્પાદકોને ગ્રાહકો સુધી સીધા પહોંચવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. તહેવારોના સમયગાળાને ધ્યાનમાં રાખીને આયોજિત આ મેળામાં નાગરિકો વિવિધ સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરીને સ્થાનિક મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, અમરેલીના સેન્ટર પોઇન્ટ સ્થિત સિનિયર સિટીઝન્સ પાર્ક ખાતે યોજાઈ રહેલો આ મેળો આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી કાર્યરત રહેશે.

 

ક્રોચેટ સ્વસહાય જૂથની બહેનોની આ સાફલ્યગાથા એ વાતની સાક્ષી પૂરે છે, કે સ્થાનિક કારીગરીમાં વૈશ્વિક બજાર સુધી પહોંચવાની ક્ષમતા રહેલી છે. યોગ્ય તક, સામૂહિક પ્રયાસ અને સતત મહેનતના સમન્વયથી મહિલાઓ માત્ર પોતાના પરિવારની આર્થિક પ્રગતિમાં જ નહીં, પરંતુ સ્થાનિક અર્થતંત્રના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અમરેલીની આ બહેનોનું હસ્તકૌશલ્ય ખરેખર ‘વોકલ ફોર લોકલ’ના વિચારને સાકાર કરતું પ્રેરણાદાયી ઉદાહરણ છે.

 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)