Loading Date... Gold 24K: ₹90,167 | Silver 1kg: ₹106,383 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ૨,૯૦૦થી વધુ ગ્રામસેવકો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ૨,૯૦૦થી વધુ ગ્રામસેવકો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ગ્રામીણ વિસ્તારોમાં ખેતીવાડી અને કૃષિ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરતા ગ્રામસેવકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ગ્રામીણ વિસ્તારોમાં ખેતીવાડી અને કૃષિ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરતા ગ્રામસેવકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કૃષિ વિભાગ હેઠળ ફરજ બજાવતા ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

 

આ નિર્ણય અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કૃષિ વિભાગ હેઠળ હાલ આશરે ૨,૯૦૦ જેટલા ગ્રામસેવકો કાર્યરત છે. સરેરાશ એક ગ્રામસેવકને પોતાના ફાળવેલા સેજામાં ૪ થી ૫ ગ્રામ પંચાયતોના ગામો અથવા અમુક વિસ્તારોમાં તેથી પણ વધુ ગામોમાં સતત ક્ષેત્રિય પ્રવાસ કરવાનો રહે છે. આ બાબતને ધ્યાને રાખીને, ગ્રામસેવકોને અગાઉ મળતા માસિક રૂ. ૧,૮૫૦ના પ્રવાસ ભથ્થામાં રૂ. ૮૫૦નો વધારો કરીને માસિક રૂ. ૨,૭૦૦ કરવાનો પ્રોત્સાહક નિર્ણય કરવામાં આવ્યો છે.

 

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક એ રાજ્ય સરકાર અને ખેડૂતો વચ્ચેની કડીરૂપ પાયાના કર્મચારી છે. રાજ્યમાં ખાતેદાર ખેડૂતોની સંખ્યામાં સતત વધારો થયો છે. ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ અને સહાયનો લાભ સરળતાથી મળે તે માટે ગ્રામસેવકો નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે.

 

તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્તમાન સમયમાં ગ્રામસેવકોની કામગીરીનો વ્યાપ ઘણો વધ્યો છે. પાકના વાવેતર તથા ઉત્પાદનના અંદાજ માટે મોબાઈલ એપ મારફતે ડિજિટલ સર્વે કરવો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ e-KYC કરાવવું, કુદરતી આપત્તિ કે અતિવૃષ્ટિ સમયે ખેતરોમાં જઈ સર્વે કરી ખેડૂતોને માર્ગદર્શન આપવું, કૃષિ મહોત્સવ/મેળાનું આયોજન, ટેકાના ભાવે ખરીદી અને પ્રાકૃતિક કૃષિ ઝુંબેશ માટે ગામડાઓમાં તેમજ ખેતરો સુધી પહોંચી ખેડૂતોનો સતત સંપર્ક કરવો અનિવાર્ય બન્યો છે.

 

રાજ્ય સરકારના આ નિર્ણયથી ક્ષેત્રિય કક્ષાએ કામ કરતા ગ્રામસેવકોની કામગીરી વધુ ઝડપી અને સુચારુ બનશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો ખેડૂતોને મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)