આવકવેરાના જૂના વિકલ્પમાં યથાવત રહેવા માંગતા પેન્શનરોએ રોકાણ સહિતની વિગતો જિલ્લા તિજોરી કચેરીને તા.૧૫ ડિસેમ્બર સુધીમાં પહોંચાડવી
રાજ્ય અને કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરોને કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરાના બે વિકલ્પ આપવામાં આવ્યા છે.અમરેલી જિલ્લા તિજોરી દ્વારા પેન્શન મેળવતા હોય, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે જૂના વિકલ્પમાં યથાવત રહેવા માંગતા હોય અને આવક નિયત મર્યાદાથી વધતી હોય તો સ્વ આકરણી કરી રોકાણ સહિતની વિગતોની અથવા રોકાણ એંગે બાહેંધરીની સ્વપ્રમાણિત નકલ તા.૧૫ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં અમરેલી જિલ્લા તિજોરી કચેરી ખાતે મોકલવા.
નિયત સમય મર્યાદામાં આ વિગતો નહિ મોકલવામાં આવે તો તેઓ નવો વિકલ્પ સ્વીકારવા માંગે છે તેમ માની આવકવેરાની કપાત નિયમ અનુસાર કરવામાં આવશે. પાનકાર્ડની નકલ તથા મોબાઈલ નંબર પણ જિલ્લા તિજોરી કચેરીને મોકલવાના રહેશે, પાનકાર્ડ ઉપલબ્ધ ન હોવાના લીધે ઉચ્ચ દરે નિયમ અનુસાર આવકવેરો કાપવામાં આવશે. આથી પેન્શનરશ્રીઓને આ અંગે નોંધ લઇ નિયત સમય મર્યાદામાં ઘટતી કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા તિજોરી અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં અનુરોધ કરતા જણાવવામાં આવ્યું છે.
Recent Comments