રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ ૧ બિલિયન ટન કોલસા ઉત્પાદનની ભારતની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને આર્ત્મનિભરતા પ્રત્યે મહત્વપૂર્ણ પ્રતિબદ્ધતા પર ભાર મુકતા ૧ બિલિયન ટન કોલસા ઉત્પાદનની ભારતની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી છે
શ્રી મોદીએ આ સિદ્ધિની પ્રશંસા કરતા તેને “ભારત માટે ગર્વની ક્ષણ” ગણાવી છે અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના અથાક સમર્પણ અને મહેનતને બિરદાવી છે.
કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી જી કિશન રેડ્ડીએ એક ઠ પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારતે ૧ બિલિયન ટન કોલસા ઉત્પાદનનો એક મોટો આંકડો પાર કરી લીધો છે.
કેન્દ્રીય મંત્રીની ઠ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા શ્રી મોદીએ ઠ પર લખ્યું:-
“ભારત માટે ગર્વની ક્ષણ!
૧ અબજ ટન કોલસા ઉત્પાદનનો ઐતિહાસિક સીમાચિહ્ન પાર કરવો એ એક નોંધપાત્ર સિદ્ધિ છે, જે ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને આર્ત્મનિભરતા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. આ સિદ્ધિ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોના સમર્પણ અને મહેનતને પણ પ્રતિબિંબિત કરે છે.”

Related Posts