ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદમાં સર્વેક્ષણની કામગીરી કરતી વખતે હિંસા ભડકી હતી, ત્યારે સંભલ પોલીસે હિંસા ભડકાવવાના આરોપમાં મસ્જિદ કમિટીના મુખ્ય વીકલ ઝહર અલીની આ કેસના સંબંધમાં ધરપકડ કરી લીધી હતી.
૨૪ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ઉત્તર પ્રદેશના સંભલમાં ભડકેલી હિંસાની પૂછપરછ કરવા માટે જામા મસ્જિદના વકીલ ઝફર અલીને બોલાવ્યો હતો ત્યારે આ ઘટનાની તપાસ કરી રહેલી જીૈં્એ તેને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને પૂછપરછ કર્યા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
સંભલની શાહી જામા મસ્જિદનું રંગકામ ગયા ૨૧ માર્ચ, ૨૦૨૫ને શુક્રવારના રોજ પૂર્ણ થયું હતું. આ સપ્તાહની શરૂઆતમાં કોર્ટના આદેશ બાદ આ કામ શરૂ કરાયું હતું. મસ્જિદ કમિટીના સેક્રેટરી મસૂદ ફારૂકીએ કહ્યું કે, રંગકામ પૂર્ણ થઈ ગયું છે અને લાઈટિંગનું કામ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં પુરુ થઈ જશે. આ માટે હાઈકોર્ટે એક સપ્તાહની સમય મર્યાદા આપી હતી અને અમને વિશ્વાસ છે કે, નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ થઈ જશે.‘ ઉલ્લેખનીય છે કે, સર્વેક્ષણ દરમિયાન થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે અનેક પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી.
ઉત્તર પ્રદેશના સંભલમાં ભીડને હિંસા માટે ભડકાવવાના આરોપમાં જામા મસ્જિદ કમિટીના મુખ્ય વકીલ ઝફર અલીની પોલીસે ધરપકડ કરી

Recent Comments