રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનોની વિવિધ પડતર અને વ્યાજબી માંગણીઓ સંદર્ભે ‘હ્યુમન રાઇટ્સ ફેડરેશન’ દ્વારા રાજ્યના પોલીસ મહાનિદેશક (DGP) સાહેબને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતમાં મુખ્યત્વે નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી હતી:
- TRB જવાનોના પગારમાંથી PF (પ્રોવિડન્ટ ફંડ) કપાત કરવામાં આવે.
- અન્ય પોલીસ કર્મચારીઓની જેમ TRB જવાનોને પણ વર્ષ દરમિયાન નિયત રજાઓનો લાભ મળે.
- TRB જવાનોને મેડિકલ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
આ બાબતને ગંભીરતાથી લઈને DGP કચેરી દ્વારા આ રજૂઆતને તાત્કાલિક અસરથી રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રીને કાર્યવાહી અર્થે ફોરવર્ડ કરવામાં આવી છે. સંગઠન દ્વારા કરવામાં આવેલી આ રજૂઆત બાદ હવે TRB જવાનોના પ્રશ્નોના નિરાકરણ માટેની આશા જાગી છે.
હ્યુમન રાઇટ્સ ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણીને આશા છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી તરફથી ટૂંક સમયમાં TRB જવાનોના હિતમાં કોઈ સકારાત્મક અને ન્યાયપૂર્ણ નિર્ણય લેવામાં આવશે.

















Recent Comments