આજ રોજ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કુકવાવ વડીયા, બગસરા,રાજુલા જાફરાબાદ તેમજ લીલીયા અને અમરેલી તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ સાથે નાં હોદેદારો એક વિશેષ ‘સંવાદ અને વિચાર વિમર્શ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંગઠન મજબૂતીકરણ, ચૂંટણી વ્યૂહરચના અને સક્રિયતા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પરેશભાઈ ધાનાણી પૂર્વ વિરોધપક્ષ ના નેતા તથા શ્રી કનુભાઈ બારિયા, શ્રી શીવાભાઈ ડાભી તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત ખાસ ઉપસ્થિત રહયા હતા અને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
આ સંવાદ કાર્યક્રમ અલગ અલગ તબક્કામાં યોજવામાં આવેલ હતો જેમાં ટીકુભાઇ વરુ, રવિભાઈ પાનસુરીયા, બાબુભાઈ દુધાત, જે.ડી.કાછડ, તેમજ ,કુકવાવ વડીયા, બગસરા,રાજુલા જાફરાબાદ તેમજ લીલીયા અને અમરેલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખો સત્યમભાઈ મકાણી, અનિલભાઈ શેખ, અશોકભાઈ ગોંડલીયા, રવિભાઈ ધાખડ, ગાંગાભાઇ હડિયા, અન્નકભાઈ સાંખટ , હરેશભાઈ બાંભણીયા . ખોડાભાઈ માલવીયા તથા દરેક સમિતિ નાં હોદેદારો તથા આગેવાનો હાજર રહ્યા હતા
જેમાં કુકવાવ વડીયા, બગસરા,રાજુલા જાફરાબાદ તેમજ લીલીયા અને અમરેલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યા ઉપસ્થિત થયેલ અને સમગ્ર કોંગ્રેસ પરિવાર એકજૂથ થઈ ચૂંટણી લક્ષી આયોજનમાં સહભાગી થયાં હતા















Recent Comments