અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ અને તેમના વિચારો અમર રહે તેવા ઉમદા આશય સાથે સાવરકુંડલાના શૈક્ષણિક વિસ્તારમાં ‘સરદાર સર્કલ’નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શહેરની મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ ધરાવતા આ વિસ્તારમાંથી દૈનિક હજારો વિદ્યાર્થીઓ પસાર થાય છે. દેશનું ભવિષ્ય એવા આ યુવાધન અને વિદ્યાર્થીઓમાં એકતા, સંગઠન અને દેશપ્રેમની જ્યોત સતત પ્રજ્વલિત રહે તેવા આશયથી થઈ રહેલા આ ભગીરથ કાર્ય બદલ શ્રી ખોડલધામ સમિતિ, સાવરકુંડલાના સભ્યો તથા સૌ રાષ્ટ્રપ્રેમીઓ દ્વારા સાવરકુંડલાના કર્મઠ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાનો વિશેષ સન્માન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાને સરદાર સાહેબનું મોમેન્ટો અર્પણ કરીને તેમની રાષ્ટ્રભાવના અને વિકાસલક્ષી કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ખોડલધામ કાગવડના ટ્રસ્ટી શ્રી દેવચંદભાઈ કપોપરા અને શ્રી મનીષભાઈ માંગરોળીયા સહિત સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ અત્યંત ઉત્સાહસભર અને દેશપ્રેમના વાતાવરણમાં સંપન્ન થયો હતો.


















Recent Comments