અમરેલી

સાવરકુંડલા થયું‘ટાઢુંબોળ’: શિયાળાના અંતિમ તબક્કે કાતિલ ઠારે જાણે જનજીવનને બાનમાં લીધું હોય તેવું વાતાવરણ જોવા મળેલ

સૌરાષ્ટ્રમાં શિયાળો હવે પોતાની વિદાય ભણી છે, પરંતુ સાવરકુંડલામાં કુદરતે આજે કંઈક અલગ જ મિજાજ બતાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં થયેલા સામાન્ય ઘટાડા બાદ આજે વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠંડી ભલે આંકડાકીય રીતે ઓછી જણાતી હોય, પરંતુ આજે પડેલા *‘ઠારે’*  સાવરકુંડલાવાસીઓને બરાબરના ઠારે માર્યા હતા.

​સવારથી બપોર સુધી જાણે ‘મિનિ કાશ્મીર’ જેવો માહોલ જોવા મળ્યો 

​આજરોજ વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયા અને કાતિલ ઠંડા પવનોએ શહેરને બાનમાં લીધું હતું. શિયાળાનો ઓરિજિનલ મિજાજ આજે બપોર સુધી જોવા મળ્યો હતો. હીમ જેવા પવનોને કારણે રસ્તાઓ પર અવરજવર પણ ઓછી જોવા મળી હતી. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ ઠાર સ્વાસ્થ પર ધાતક અસર કરી શકે ખરો. 

​ઠારની અસર એટલી તીવ્ર હતી કે નોકરી કે ધંધાર્થે વહેલી સવારે નીકળતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ હોવા છતાં ઠંડીથી બચવા વિવિધ નુસખાઓ અપનાવતા જોવા મળેલ. શકતા.  લોકો તાપણાં કરીને પણ ગરમાવો મેળવતા નજરે પડ્યા હતા. ખાસકરીને નાના બાળકો વૃધ્ધ વડીલો તથા શરદી અને શ્વાસની બિમારીથી પિડાતા લોકો માટે આ ઠાર વધુ ઘાતક ગણી શકાય. 

​ચાની હોટલો અને કેન્ટીનો પર લોકોની ભીડ જોવા મળી હતી, જ્યાં ગરમાગરમ ચાની ચુસ્કી સાથે ઠંડી ઉડાડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો.

​સામાન્ય રીતે ફેબ્રુઆરી નજીક આવતા ઠંડી ઓછી થતી હોય છે, પરંતુ સાવરકુંડલામાં આજે જે રીતે ઠાર પડ્યો છે, તે જોતા લાગે છે કે શિયાળો જતી વખતે પોતાની પૂરી તાકાત બતાવી રહ્યો છે. વહેલી સવારના દ્રશ્યો જોતા આખું શહેર ઠારમાં ઠુંઠવાયેલું અને સુમસામ ભાસતું હતું.

Related Posts