દામનગર પંથક ના શાખપુર માંથી ઉઠતો અવાજ ખેડૂતો ને કૃષિ વિષયક ધિરાણ ની વ્યાજ સબસીડી ચુકવણી માં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને માં વિલંબ થતા જાગૃત સરપંચ દ્વારા અમરેલી લોકસભા સાંસદ ને પત્ર પાઠવી રજુઆત કરાય ખેડૂતોને પાક ધિરાણની લોન ઉપર કેન્દ્ર સરકારનું બે વર્ષનું વ્યાજ અને રાજ્ય સરકારનું એક વર્ષનું વ્યાજ બાકી છે જેથી નબળા વર્ષે ચોમાસાની સિઝન નો વરસાદ લંબાવેલ હોય ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણીની કામગીરી શરૂ કરેલ હોય તેવા સંજોગોમાં ખેડૂતોને પાક ધિરાણની લોન ઉપર સરકારે ૦ ટકા વ્યાજની જાહેરાત કરેલ હોય જેમાં કેન્દ્ર સરકારનું વર્ષ ૨૦૨૪/૨૫ ના વર્ષનું વ્યાજ બાકી હોય અને રાજ્ય સરકારનું એક વર્ષનું વ્યાજ બાકી હોય જે વહેલી તકે ખેડૂતોના ખાતામાં જમા કરાવવા સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સમક્ષ એક પત્ર પાઠવી શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કેન્દ્ર સરકારનું ત્રણ ટકા વ્યાજ વર્ષ ૨૦૨૪/૨૫ બે વર્ષનું બાકી અને રાજ્ય સરકારનું ચાર ટકા એક વર્ષનું બાકી છે વહેલી તકે રાજ્ય અને કેન્દ્ર સરકાર કુલ ત્રણ વર્ષ નું બાકી વ્યાજ ચૂકવે તેવી રજુઆત લોકસભા સાંસદ અમરેલી સમક્ષ કરાયેલ છે
શાખપુર સરપંચ ની સાંસદ સમક્ષ રજૂઆત કેન્દ્ર સરકારનું ત્રણ ટકા વર્ષ ૨૦૨૪/૨૫ બે વર્ષનું અને રાજ્ય સરકારનું ચાર ટકા એક વર્ષનું બાકી વ્યાજ ચૂકવો


















Recent Comments