fbpx
રાષ્ટ્રીય

SIPIR ના રિપોર્ટમાં મોટો ખુલાસો : પરમાણુ બોમ્બના ઢગલા પર બેઠી છે દુનિયા

સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ એટલે કે જીૈંઁઇૈંના લેટેસ્ટ રિપોર્ટમાં આ મોટો ખુલાસો થયો છે. જીૈંઁઇૈંએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે હાલમાં વિશ્વમાં ૧૨,૫૧૨ એટમ બોમ્બ છે અને ગયા વર્ષની સરખામણીમાં તેમાં ૮૬ નો વધારો થયો છે. તેમાંથી ૬૦ એટમ બોમ્બ માત્ર ચીન દ્વારા જ વધાર્યા છે, જે પરમાણુ બોમ્બના મામલે પણ અમેરિકા સાથે સ્પર્ધા કરવા માંગે છે. બીજી તરફ પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સુરક્ષાને લઈને પહેલેથી જ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જીૈંઁઇૈંએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે ચીને માત્ર એક વર્ષમાં ૬૦ પરમાણુ બોમ્બ વધાર્યા છે, જેના કારણે તેના પરમાણુ હથિયારોની કુલ સંખ્યા ૩૫૦ થી વધીને ૪૧૦ થઈ ગઈ છે. તાઈવાન સાથેના તણાવ વચ્ચે ચીન વર્ષ ૨૦૩૫ સુધીમાં પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા વધારીને ૯૦૦ કરવા માંગે છે. ચીનની વર્તમાન યોજના વર્ષ ૨૦૨૭ સુધીમાં પરમાણુ હથિયારોની સંખ્યા વધારીને ૫૫૦ કરવાની છે. જીૈંઁઇૈં ના પરમાણુ વૈજ્ઞાનિક હંસ એમ. ક્રિસ્ટેનસેન કહે છે, ‘ચીને તેના પરમાણુ શસ્ત્રોનું મોટાપાયે વિસ્તરણ શરૂ કર્યું છે. ચીન દાવો કરે છે કે તે માત્ર રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે ન્યૂનતમ પરમાણુ અવરોધ હાંસલ કરવા માંગે છે પરંતુ નવીનતમ વલણો તેની સાથે મેળ ખાતા નથી. સિપ્રીએ કહ્યું કે છેલ્લા ૩૦ વર્ષથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો હતો કે પરમાણુ હથિયારોની સંખ્યા ઘટી રહી છે પરંતુ આ વર્ષે આ પ્રક્રિયા ખતમ થઈ ગઈ છે અને હવે ટ્રેન્ડ પલટાઈ ગયો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ અનેક વખત પરમાણુ યુદ્ધની ધમકીઓ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે માનવતા એવા સમયે છે જ્યારે એક ખોટું પગલું પરમાણુ યુદ્ધ શરૂ કરી શકે છે અને પૃથ્વી પરથી સમગ્ર જાતિનો નાશ કરી શકે છે. આ કારણોસર, વૈશ્વિક પરમાણુ શસ્ત્રાગારને નિયંત્રિત કરવું આવશ્યક છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયામાં આવા ૯,૭૫૬ પરમાણુ બોમ્બ છે જે એકદમ તૈયાર સ્થિતિમાં છે અને તેનો કોઈપણ સમયે ઉપયોગ કરી શકાય છે. જીૈંઁઇૈંએ કહ્યું કે વિશ્વભરમાં તૈનાત પરમાણુ હથિયારોની સંખ્યામાં પણ વધારો થયો છે. એક વર્ષમાં તે વધીને ૩,૮૪૪ થયો છે જે અગાઉ ૩,૭૩૨ હતો. વિશ્વના ૯૦ ટકા પરમાણુ હથિયારો રશિયા અને અમેરિકા પાસે છે. જ્યાં રશિયા પાસે ૪,૪૮૯ વોરહેડ્‌સ છે, યુએસ તેના પછી બીજા ક્રમે છે અને તેની પાસે ૩,૭૦૮ વોરહેડ્‌સ છે. આ પછી ચીનનો નંબર આવે છે. ચીન પાસે ૪૧૦, ફ્રાંસ પાસે ૨૯૦, પાકિસ્તાન ૧૭૦, ભારત ૧૬૪, ઈઝરાયેલ ૯૦, ઉત્તર કોરિયા પાસે ૩૦ પરમાણુ બોમ્બ હોવાનો અંદાજ છે.

ચીને ભારત અને દક્ષિણ ચીન સાગરમાં ખતરાનો સામનો કરવા માટે ડ્ઢહ્લ-૨૬ મિસાઈલથી લઈને પરમાણુ સબમરીન સુધી બધું જ તૈનાત કર્યું છે. સાથે જ ભારતે પરમાણુ હુમલાની પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ભારત તેની પરમાણુ શક્તિમાં થોડો-થોડો પરંતુ સતત વધારો કરી રહ્યું છે. ભારત હવે જમીન, હવા અને પાણી ત્રણેય રીતે પરમાણુ હુમલો કરવા સક્ષમ બની ગયું છે. આ રીતે ભારતે પરમાણુ ત્રિપુટી હાંસલ કરી છે. જ્યારે ભારત પાસે મિરાજ ફાઈટર જેટ્‌સ અને જગુઆર બોમ્બર્સ છે જે હવામાંથી પરમાણુ બોમ્બ ફેંકી શકે છે, રાફેલ પાસે પણ હવે પરમાણુ બોમ્બ ફેંકવાની શક્તિ છે. જમીન પરથી હુમલો કરવા માટે ભારત પાસે પૃથ્વીથી અગ્નિ શ્રેણી સુધીની કિલર ન્યુક્લિયર મિસાઈલો છે, જે ચીનના કોઈપણ શહેરને નિશાન બનાવી શકે છે. તાજેતરમાં ભારતે નવી અગ્નિ પી મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ સિવાય સમુદ્રમાંથી પરમાણુ હુમલા માટે ધનુષ, દ્ભ-૧૫ અને દ્ભ-૪ મિસાઈલ છે. આ મિસાઇલો પરમાણુ સબમરીનની મદદથી ફાયર કરી શકાય છે.

Follow Me:

Related Posts