આગામી તા.૧૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૪/૨૦૨૬ સુધી અખાત્રીજનો જૈન સમાજનો મેળો પાલીતાણા
ખાતે યોજાનાર છે.જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર ખોરવાઈ ન જાય તેમજ ટ્રાફિક
અવ્યવસ્થા ન સર્જાય, અકસ્માતો થતા નિવારી શકાય તે માટે ટ્રાફિક નિયમન રખાવવું જરૂરી હોય જેથી ભાવનગર
જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મને મળેલ અધિકારની
રૂઈએ પાલીતાણા શહેરમાં કેટલાંક રસ્તાઓને તા.૧૯/૦૪/૨૦૨૬ના સવારના ૦૮:૦૦ કલાક થી તા.૨૦/૦૪/૨૦૨૬
ના ૨૪:૦૦ કલાક સુધી ‘એકમાર્ગીય’ રસ્તા જાહેર કર્યાં છે.
જાહેરનામાં અનુસાર, સોનગઢથી પાલીતાણા શહેર તરફ આવતા રસ્તાને પાલીતાણા, ગારીયાધાર, ઘેટી,
આદપુર તરફ જતા વાહનોને ભાવનગર રોડ રેલ્વે કોસીંગથી જમણી બાજુ જતાં બાયપાસ રોડ થઈ સરદારનગર
ચોકડી થઈ, ગારીયાધાર રોડ, ત્રણ રસ્તા થઈ સિંધી કેમ્પ, મહાવીર પેટ્રોલ પંપ થઈને છેલ્લા ચકલા પાલીતાણા
હાઈસ્કુલ પાર્કીંગ મેદાન સુધી.
પાલીતાણા શહેરમાં પ્રવેશતા વાહનો માટે પાલીતાણા ભૈરવનાથ ચોકથી મહાવીર પેટ્રોલપંપ માનસિંહજી
હોસ્પીટલ છેલ્લા ચકલાથી પાલીતાણા હાઈસ્કુલ પાર્કીંગ મેદાન સુધી.
પાલીતાણા હાઈસ્કુલથી આરીસાભુવન સામે થઈ સાદડી ભુવન ધર્મશાળા સામે થઈ ભીલવાડા, વણકરવાસ,
લાવારીસ એસ.ટી. સ્ટેન્ડ, બ્રીજ ઉપરથી થઈ સીધા જ બજરંગદાસ બાપા ચોક થઈને બહાર જવાનું રહેશે.તેમજ
પાલીતાણા હાઈસ્કુલથી છેલ્લા ચકલા સુધી કોઈ વાહન પાછું આવી શકશે નહીં કે પાર્કિંગ કરી શકશે નહીં.
આ જાહેરનામાની જોગવાઈમાંથી પોલીસ વિભાગના, મહેસુલ વિભાગના તેમજ જાહેર સુખાકારી માટે
નગરપાલિકાએ મુકેલા વાહનોને મુક્તિ આપવામાં આવી છે.
આ જાહેરનામાની અવધિ દરમ્યાન વૃધ્ધ, અશક્ત, યાત્રીકોને લાવવા/લઈ જવા માટે વાહનોના ઉપયોગની
પરવાનગી સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી, પાલીતાણા આપી શકશે.
“જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના દરજજાના ન હોય તેવા
ફરજ ઉપરના કોઈપણ અધિકારીશ્રી અધિકૃત રહેશે.”
આ જાહેરનામાનો ભંગ અગર ઉલ્લંધન કરનાર સદરહું અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.










Recent Comments