ગુજરાત

સુરત શહેર માં ૨૫૧ ગામ ની ૧૧૦૦ બહેનો દ્વારા સફળ સામાજિક મેળાવડા ના બેનમુન નેતૃત્વ બદલ વિશિષ્ટ સન્માન સમારોહ

સુરત શહેર માં સૌરાષ્ટ્ર ના વિવિધ ગામો ના સ્નેહ  મિલનો સહિત સામાજિક મેળાવડા માં માઇક્રો પ્લાનિંગ થી બેનમુન નેતૃત્વ થી સફળ સમારોહ કરી ઉત્મોતમ વ્યવસ્થા શક્તિ નો પરિચય આપતી બહેનો  નું સુરત ની સામાજિક સંસ્થાન દ્વારા નારી રત્નો નું વિશિષ્ટ સન્માન કરાયું લાયન વિઝન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નારી નેતૃત્વ સન્માન કાર્યક્રમ ૧૫ ઓગસ્ટના રોજ યોજાયો હતો. જેમા  પાંચ દસ નહીં પણ ૨૫૧ ગામની ૧૧૦૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો અને સન્માનપત્ર મેળવ્યા હતા જેમાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને ઉદ્યોગ સાહસી ,બહેનો ડોક્ટર અને લીડર સહિત  વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાતા બહેનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ દીપાવ્યો હતો અને શહીદો માટે મૌન રાખી રાષ્ટ્રધ્વજ સાથે શ્રદ્ધાંજલિ ઓ પણ પાઠવી હતી .જેમાં મુખ્ય મહેમાન સુરત શહેર ના પૂર્વ મેયર અસ્મિતાબેન શીરોયા તેમજ કોર્પોરેટર શ્રીઓ અને વૈશાલીબેન ધાણાણી, આશાબેન કોશીયા, માનસીબેન મોરડીયા, કંચનબેન વિરાણી તેમજ રસ્મીતાબેન સુરાણી અને લાયન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ ની ૪૦ જેટલી બહેનો એ ખુબ સારી સેવા આપી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉપદેશ નારી શક્તિ એક રાષ્ટ્રશક્તિ નું નિર્માણ કરી શકે તે હેતુથી અને પોતે આત્મનિર્ભર બની અને કોઈને આત્મનિર્ભર બનાવી શકે તે વિષયો અને પ્રેરણા અને માર્ગદર્શન વક્તાઓ આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાંભળી બહેનો એ કહ્યું હતું કે અમે નિડર બનશુ અને સારા લીડર તરીકે આગળ વધી આ સંસ્થા સાથે ઉભા રહેવાનું પણ જણાવ્યુ હતું 

Related Posts