ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગના ઠરાવ હેઠળ જિલ્લાઓમાં ક્લાઈમેટ ચેન્જની અસર ઘટાડવા માટે પગલા લેવા જરૂરી છે. મિશન લાઈફની પ્રવૃત્તિઓના પ્રચાર પ્રસાર અન્વયે સરદાર પટેલ સંકુલ, ચિત્તલ રોડ,અમરેલી ખાતે ફૂટબોલ રમતનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા સહિત ૧૫૦ જેટલા સિનીયર ખેલાડીઓ પણ જોડાયા હતા તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અમરેલી ખાતે મિશન LIFE અંતર્ગત ફૂટબોલ રમતનું સફળ આયોજન : ૧૫૦ ખેલાડીઓ જોડાયા















Recent Comments