અમરેલી

શ્રી મુકતજીવન પયાઁવરણ મિત્ર એવોર્ડ થી આંસોદર પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશભાઈ નાગલાને સન્માનિત કરાયા.

દામનગર  ના આસોદર વિશ્વ પયાઁવરણ દિવસ પાંચ જુન ૨૦૨૫ નિમિત્તે ગુજરાત સરકાર ના આરોગ્ય કેબિનેટ મંત્રીશ્રી ઋષીકેશભાઈ પટેલ  તથા સ્વામી ભગવદપ્રિય દાસજી મહારાજ, લક્ષ્મણજી ઠાકોર  ધારાસભ્ય શ્રી કલોલ એહમદ પઠાણ  પ્રમુખ ગ્રીન પ્લાનેટ ,જીતુભાઈ તિરૂપતી ગ્રીન એમ્બેસેડર,અને પ્રો.રાજેશ પટેલ ની ઉપસ્થિતિમાં મુકતજીવન ફોરેસ્ટ પાર્ક વડનગર કલોલ ખાતે પયાઁવરણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર શ્રી આંસોદર પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશભાઈ નાગલાને શ્રી મુકતજીવન પયાઁવરણ મિત્ર એવોર્ડ ૨૦૨૫ થી સન્માનિત કરાયા.સમગ્ર રાજ્ય માંથી ૧૫૦ જેટલા  પયાઁવરણ પ્રેમીઓએ ભાગીદારી નોંધાવી હતી તેમાં અમરેલી માંથી સુરેશ ભાઈ ની પસંદગી થતા શિલ્ડ અને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા જે આંસોદર ગામનું ગૌરવ ગણાય.

Related Posts