ભાવનગર 1980થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની 2384 મી બેઠક તારીખ 25/03/2026 બુધવારે ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે ડૉ.અયનાબેન ત્રિવેદીના સંચાલનમાં યોજાઈ. આજની બેઠકના પ્રારંભે ભાવનગરના જાણીતા કવિશ્રી ડૉ.વિનોદ જોષી અને શ્રી મહેન્દ્રસિંહ પરમાર દ્વારા મહેમાનશ્રીઓનું ખેસ તથા શ્રી જ્યોતિભાઈ ભટ્ટનાં ચિત્ર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. “સર્જકગોષ્ઠિ ઉપક્રમ”માં શ્રી યોગેશ જોષીએ તેમની સર્જનયાત્રાની વાતોની સાથે લઘુકાવ્યો,અછાંદસ દ્વારા ભાવકોને પોતાના ભાવવિશ્વની સફર કરાવી તથા શ્રી પીયૂષભાઈ ઠક્કરે પોતાના અનુવાદ કરેલા કાવ્યો,લઘુકાવ્યો,અછાંદસ કાવ્યો દ્વારા અલગ જ કાવ્યવિશ્વની સફર કરાવી.અને અંતમાં કવિશ્રી વિનોદ જોષીએ બંને કવિશ્રીનાં કાવ્યોને માણ્યાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આજના આ સુંદર અને રસપ્રદ ઉપક્રમમાં 35 જેટલા ભાવકો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં.
મૃદુહદય નો મેળાવડો શિશુવિહાર ની 2384 મી બુધસભા ની બેઠક યોજાઈ
















Recent Comments