દામનગર શહેર માં દૈનિક ઘેર ઘેર કચરો કલેક કરતી રીક્ષા નિયમિત રીતે સમગ્ર શહેર ના દરેક વિસ્તારો માં માઇક સાથે ફરી કચરો કલેક કરી રહી છે તેમ છતાં ગમે ત્યારે જાહેર રસ્તા ઉપર આવી રીતે કચરો નાખવો કેટલો વ્યાજબી ? એક તો ઓછા સફાઈ કામદારો તેમાં પણ ઘેર ઘેર કચરો ભરવા આવતા વાહન નીકળ્યા ના એક કલાક પછી જાહેર માં ઉકરડા ઢાળવતા ઓ સામે તંત્ર કોની લાજ કાઢી રહ્યું છે ? એન સી મુકવા માં શરમ શાની ? મુખ્ય બજારો માં આવી રીતે કચરો ઉકરડો કરતા સામે સી સી ટીવી કેમરા ચકાસી પગલાં લેવા માં તંત્ર શરમ કેમ અનુભવે છે ? આવા ઉપદ્રવી સામે પાલિકા તંત્ર એ કાનૂની કાર્યવાહી કરી દાખલો બેસાડો વહેલી સવાર માં નિયમિત કચરો ઉપડતી ગાડી ગયા પછી આવા ઉકરડા કરતા ઈસમો સફાઈ કર્યા ઉપર પાણી ફેરવી રહ્યા છે મુખ્ય બજારો માં ઠેર ઠેર ખાનગી સી સી ટીવી કેમરા વ્યૂહાત્મક જગ્યાએ લાગેલા છે જાહેર માં ગંદકી કરવી બી પી એક હેઠળ કાર્યવાહી કેમ નથી કરાતી કોની લાજ કાઢે છે પાલિકા તંત્ર ? કચરો કલેક કરતી ગાડી ગયા ના એક કલાક માજ આ સ્થિતિ માટે ઉકરડો કરતા સામે પાલિકા અને પોલીસે કાર્યવાહી કરવી જોઈ એ ગૂગલ ટાઇમર સાથે ઉકરડા ના ફોટા ખુદ એસ આઈ એ જ શેર કર્યા ત્યારે સવાલ એ થાય કે ભુલ તંત્ર ની નહિ પણ ઉકરડા કરનાર ની પણ છે આ અંગે પાલિકા એ એન સી અને સ્થાનિક પોલીસે બી પી એકટ હેઠળ આવા અનિષ્ટો ને વિવેક શીખવતી કાર્યવાહી કરવી જોઈ એ સફાઈ વ્યવસ્થા ખોરવાઈ છે તેમાં ના નહિ પણ ઈરાદા પૂર્વક સફાઈ થયેલ વિસ્તાર માં જાહેર ઉપદ્રવ કરવો એ ક્યાં ની નાગરિતા ? સફાઈ કામદારો અપૂરતા છે દરેક વિસ્તારો માં નિયમિત સફાઈ નથી થતી પણ મુખ્ય બજારો માં સફાઈ બાદ ઈરાદા થી ઉકરડા કરવા એ નાગરિક ધર્મ વિરુદ્ધ કહેવાય
દર વખતે તંત્ર ખોટું નથી હોતું દામનગર કચરો કલેક કર્યા પછી મુખ્ય બજારો માં ઉકરડા ગંદકી કરતા સામે એન સી મુકવા માં પાલિકા તંત્ર કોની લાજ કાઢે છે B P એકટ હેઠળ પોલીસે પણ કાર્યવાહી કરવી જોઈ એ
















Recent Comments