મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી.અસારી ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા શરીર સંબંધિત ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા તેમજ ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં બનતા શરીર સંબંધિ ગુન્હાઓના આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી ધારી વિભાગનાઓ દ્વારા શરીર સંબંધિત ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને આ અંગે લક્ષપુર્વક કાયદેસરની કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગોલવેલકર નાઓની રાહબરી હેઠળ બગસરા પોલીસ ટીમ દ્વારા સુરતના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મર્ડરનો ગુન્હો સુરત શહેર અમરોલી પો.સ્ટે. પાર્ટ-A ગુ.ર.નં.૧૧૨૧ ૦૦૦૪૨૬૧૧૧૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબના ગુન્હામાં સંડોવાયેલ આરોપી અંગે હકીકત મેળવી સમય-સુચકતા વાપરી પકડી પાડી આરોપીને અમરોલી પોલીસ સ્ટેશનને સોપી આરોપી વિરુદ્ધમાં કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.
*> પકડાયેલ આરોપીની વિગત*:
રમેશ ઉર્ફે પાયલોટ પારસિંગ ગરાસીયા રહે. માંડલી ચોટી તા. સજ્જનગઢ જી.બાંસવાડા (રાજસ્થાન)
*આ કામગીરી બગસરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. વી.કે.ગોલવેલકર નાઓની તથા એ.એસ.આઈ.એમ.જે.બાલસરા તથા હેડ કોન્સ. સાજીદભાઈ હુસેનભાઈ મિંગ તથા પો.કોન્સ. વનરાજભાઈ વલકુભાઈ માંજરીયા તથા પો.કોન્સ. જયેશભાઈ અનકભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે*

















Recent Comments