સુરત મૂળ સૌરાષ્ટ્ર ના સુરત સ્થિત શિવાલિક હાઈટ્સ મા રહેતા બાદલપર ના વતની નાકરાણી પરિવારે લોકીક પ્રસંગે લોક કલ્યાણ ની પ્રવૃત્તિ કરી સમસ્ત સમાજ માં ઉમદા ઉદારણ પૂરું પાડ્યું હતું બાબુભાઈ જીવરાજભાઈ નાકરાણી ના ધર્મપત્ની વાત્સલ્ય મૂર્તિ સ્વ રાધાબેન નું દેહાંવસાન થતા તા.૨૮/૧/૨૦૨૬ ના બુધવારે ઉત્તરક્રિયા (પાણીઢોળ) ના દિને વિચારો થી ઉન્નત નાકરાણી પરિજનો એવમ પડોશીઓ સગા સબંધી સ્નેહીજનો ઓએ રક્તદાન કરી ને સદગત ને શ્રધ્ધાંજલી આપી હતી નાકરાણી પરિવાર ના બાબુભાઈ જીવરાજભાઈ મોહનભાઈ જીવરાજભાઈ પરિવાર ના પુત્રરત્નો કિશોરભાઈ નાકરાણી એડવોકેટ અશોકભાઈ દ્વારા શ્રી હરિકૃષ્ણ ધૂનમંડળ દ્વારા ગૌશાળા ના લાભાર્થે ધૂનભજન નુ આયોજન સાથે સુરત ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી ચોર્યાસી તાલુકા
રેડકોસ બ્લડ સેન્ટર ના સહયોગ થી રક્તદાન શિબીર યોજી લોકકલ્યાણ નું ઉત્તમ ઉદારણ પૂરું પાડ્યું હતું
આજ ના સમયમાં જીવલેણ રોગો અને અકસ્માત જટિલ ઓપરેશનો માં દર્દી ઓને જરૂર પડતી રક્ત ની અછત ને પહોંચી વળવા સૌ જાગૃત નાગરિકોએ સ્વેચ્છિક રક્તદાન કરવા ના સંદેશ સાથે સામાજિક સંરચના માં આવતા સારા નરહા દરેક પ્રસંગો માં પરંપરા ઓ કે રવાજો માં લોક ઉપીયોગી બનતા રહો નો હદયસ્પર્શ સંદેશ આપ્યો હતો આ સેવાયજ્ઞ માં દિનેશભાઈ જોગાણી (ઉપ પ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક રેડકોસ બ્લડ બેન્ક સક્ષમ સુરત મહાનગર) એ ૬૦ મી વાર રક્તદાન કરી ને અન્ય લોકોને રક્તદાન કરવા અપીલ કરી હતી.સદગત ના પરિજનો અશોકભાઈ નાકરાણી એ આ ઉત્તરક્રિયા માં રક્તદાન શિબિર નુ આયોજન કરી પોતે પણ રક્તદાન કરી ને સમાજ માટે પ્રેરણાત્મક બનતા સુરત શહેર ના ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા હોમગાર્ડ કમાન્ડનટ પ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક એ નાકરાણી પરિવાર પ્રત્યે આભાર દર્શન પ્રગટ કરી સદગત ને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું કે બહેનોએ હિમોગ્લોબિન લેવલ વધારવા યથાર્થ પ્રયત્ન કરવા જોઈએ અને બહેનો પણ સ્વૈચ્છિક રક્તદાન કરે તેવી અપીલ કરી હતી પાસ્ટ પ્રેસિડેન્ટ કિશોરભાઈ બલર રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ સંજયભાઈ દેસાઈ એ રક્તદાન પ્રવૃત્તિને વેગવંતી કરવા માટે સહયોગી બન્યા હતા


















Recent Comments