ગુજરાત

APMCમાં ૧૦૦ ટકા ડિજિટલાઇજેશન માટે ીદ્ગછસ્ અને છય્સ્છઇદ્ભનું મહત્વ સમજાવાયું

ભારતમાં સહકારી ક્રાંતિના જન્મ સ્થળની ઓળખ ધરાવતા ગુજરાતમાં કુલ ૨૨૪ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ-છઁસ્ઝ્ર કાર્યરત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ઉત્તર ઝોનના ૬ જિલ્લા, મધ્ય ઝોનના ૧૦, દક્ષિણ ઝોનના ૫ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના ૧૨ જિલ્લામાં ીદ્ગછસ્ અને છય્સ્છઇદ્ભ જેવા વિષયો પર સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં કુલ ૧૪૪ જેટલા માર્કેટિંગ કમિટીના સચિવો સહિત સહકારી ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ગત તા. ૧૯ જૂન, ૨૦૨૪ના રોજ વર્ષ ૨૦૨૫ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની પ્રેરણાથી આ વર્ષે દેશભરમાં “કો-ઓપરેટિવ્ઝ બિલ્ડ અ બેટર વર્લ્ડ”ની થીમ સાથે ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ ઉજવાઈ રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ છઁસ્ઝ્રને ટેકનોલોજી થકી વધુ સશક્ત અને કાર્યક્ષમ બનાવવા માટે ઝોનવાઇઝ સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશના લાખો ખેડૂતો, પશુપાલકો, માછીમારો, સહકારી મંડળીઓ તેમજ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ યોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે. રાજ્યની તમામ છઁસ્ઝ્રમાં ૧૦૦ ટકા ડિજિટલાઇજેશન માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ઝોનવાઇઝ છઁસ્ઝ્ર અમદાવાદ, ઊંઝા, રાજકોટ અને સુરત ખાતે સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમમાં ‘નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ’-ીદ્ગછસ્ના અમલની સમીક્ષા, બજાર ભાવ પારદર્શિતા માટે ‘એગ્રીકલ્ચર માર્કેટિંગ’-છય્સ્છઇદ્ભ ડેટા એન્ટ્રીનું મહત્વ, કૃષિ વેપારમાં ડિજિટલ વ્યવહાર માટે પ્રોત્સાહન, ી-છઁસ્ઝ્ર પોર્ટલના વિકાસ વિશે ચર્ચા, ય્ટ્ઠંી ઈહંિઅ, ી-્ટ્ઠિઙ્ઘી અને ી-ઁટ્ઠઅદ્બીહં, ખેડૂત અને માર્કેટ ભાગીદારો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન જેવા વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Related Posts