ગુજરાત

ખેડા બસ સ્ટેશન પાસે રાઇસ મિલમાં ભયાનક આગ લાગવાની ઘટના

ખેડા બસ સ્ટેશન પાસે આવેલી રાઇસ મિલમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. નડીયાદ અને ખેડાના ફાયર ફાઇટર અને પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આગની ગંભીરતાને જાેતાં ખેડાના મામલતદાર, પી.આઇ અને ધારાસભ્ય સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી આ ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી જાેકે મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ વિકરાળ હોવાથી આસપાસમાંથી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા છે.

Related Posts