સુરત તાજેતર માં એક નાગરિક સભા નું સુંદર આયોજન થયું જેમાં દરેક ઘરમાં આ પુસ્તક હોવું જોઈએ! વિષયે પ્રબુદ્ધ વિવેચકો ની ગોષ્ટી નું સંકલન
ધીરુભાઈ વિરાણી અને જનક બાબરિયા અને તેમની ટીમે કર્યું હતું.આ સમયે અમને બીજી જ્યોત્સ્ના આહીર મળી ગઈ. તેનું નામ છે ક્રિનલ ઠુંમર. ક્રિનલના માતા-પિતા, દાદા વગેરે પણ મળ્યા. આ કુટુંબની ખાસિયત એ છે કે ઘરના તમામ સભ્યો રેશનલ છે, નિરીશ્વરવાદી છે.ક્રિનલે લખેલ પુસ્તક ‘મનનું વિદ્યાલય’ મને ભેટમાં આપ્યું. આ પુસ્તક વિદ્યાર્થીઓ/ વાલીઓ શિક્ષકો માટે બહુ જ ઉપયોગી છે. માનસશાસ્ત્રના મૂળ તત્ત્વો સરળ ભાષામાં રજૂ થયા છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન શું છે? જીવનમાં આવતી સમસ્યાઓ અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક બાબતોને ઉદાહરણો દ્વારા સમજાવી છે.ક્રિનલ લખે છે : “માનવીનું જીવન એક અવિરત યાત્રા છે. આનંદ અને દુઃખ, પડકારો અને અવસરોથી ભરેલી આ યાત્રામાં દરેક વ્યક્તિને પોતાના અતરંગી મનને ઓળખવાની, સમજવાની અને સંભાળવાની જરૂર પડે છે. કારણ કે માનસિક સ્વાસ્થ્ય એ જ સાચા અર્થમાં જીવનની ગુણવત્તાને નક્કી કરે છે. આજના ઝડપી યુગમાં આપણે ભૌતિક સુખ-સગવડો પ્રાપ્ત કરીએ છીએ, પણ સાથે સાથે તણાવ, એકલતા, ચિંતા અને અનેક પ્રકારની માનસિક સમસ્યાઓ પણ વધતી જાય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે માનસિક સ્વાસ્થ્યને સમજવું અત્યંત અગત્યનું બની રહ્યું છે. કારણ કે શિક્ષણ માત્ર જ્ઞાન આપવાની પ્રક્રિયા નથી, પણ બાળકના સર્વાંગી વિકાસ તરફ દોરી જવાની જવાબદારી છે.”શું છે આ પુસ્તકમાં? શિક્ષણમાં મનોવિજ્ઞાનનું અને મનોવૈજ્ઞાનિકનું મહત્ત્વ. જુદીજુદી સમસ્યાઓ-વિકાસ સંબંધિત સમસ્યાઓ, અભ્યાસ સંબંધિત સમસ્યાઓ, તરુણાવસ્થા સંબંધિત સમસ્યાઓ, પારિવારિક સમસ્યાઓ, શારીરિક સમસ્યાઓ, વર્તન સંબંધિત સમસ્યાઓ, ટેકનોલોજી સંબંધિત સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ, સામાજિક પર્યાવરણીય સમસ્યાઓ, સંસ્કૃતિ સંબંધિત સમસ્યાઓ, શાળાકીય શિક્ષણ સંબંધિત સમસ્યાઓ વગેરે વિશે સરળ સમજૂતી આપી છે. શરીર અને મનની વાતો. ASD- ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અટેન્શન ડેફિસીટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર લર્નિંગ ડિસઓર્ડર મૂડ ડિસઓર્ડર Intellectual Disability ઊંઘ અને સંવેદન સંબંધિત તકલીફો વિશે ઉપયોગી માહિતી છે.
તરુણાવસ્થા માસિકધર્મ શરીરના અંત:સ્ત્રાવોમાં ફેરફાર વાલીઓની અને શિક્ષકોની ભૂમિકા.
પેરેન્ટિંગ માતાપિતાની ભૂમિકા પેરેન્ટિંગના પ્રકારો સમસ્યા નિવારણ વગેરે બાબતો સરળ રીતે સમજાવી છે. શિક્ષકોની સમસ્યાઓ મેનેજમેન્ટ શું કરી શકે? શિક્ષકો શું કરી શકે? શિસ્ત શિસ્તના પ્રકારો સજા સજાના પ્રકારો પ્રોત્સાહન પરીક્ષા પરંપરાગત પરીક્ષા પદ્ધતિ હાલની પરીક્ષાઓ સાથે સમસ્યાઓ શાળાઓ શું કરી શકે? વાલીઓ શું કરી શકે? વિદ્યાર્થીઓ શું કરી શકે? શાળાકીય મનોવિજ્ઞાનિકનો દ્રષ્ટિકોણ. આજનું એજ્યુકેશન શાળાકીય જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ સમસ્યા નિવારણ
વિદ્યાર્થીઓની સમસ્યાઓ કારકિર્દી કારકિર્દી પસંદ કરવા માટે મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કૌશલ્ય વધારવાની ટિપ્સ સ્વ-અભ્યાસ માટે ટેકનિક્સ. ખોરાક અને મગજની રમતો ઓવર ઇટિંગ અતિ ખોરાકના કારણો તેથી થતી સમસ્યાઓ જંક ફૂડ, પેકેજ્ડ ફૂડ ઈટિંગ ડિસઓર્ડર ડાર્ક ડિઝાયર. મોબાઈલની સ્ક્રીન એડિક્શન તેના કારણો એડિક્શનની અસરો કાર્ટૂન કન્ટેન્ટ અને ગેમની રચના સાયબર બુલિ વાલીઓ શું કરી શકે? વિદ્યાર્થીઓ શું કરી શકે? ક્રિનલે 2025માં, વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ‘School & Educational Psychology’માં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હાલ તે Counseling Psychology માં અનુસ્નાતકનો અભ્યાસ કરે છે. તેમની તમન્ના શિક્ષણક્ષેત્રમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાની છે.દરેક ઘરમાં આ 132 પેજનું પુસ્તક હોવું જોઈએ.તેવી માર્મિક ટકોર સાથે નિવૃત સનદી સવાણી અનુરોધ કર્યો હતો આમ તો પુસ્તકો વગર ના ઘેર દીકરી દેવી નહી પુસ્તક વગર નું ઘર સ્મશાન સમાંતર છે પુસ્તકો માનવ સાગર માં ઊભી કરાયેલ દીવાદાંડી છે જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા ઓ જેવા અનેક સૂત્રો પુસ્તકો વિશે ઘણું કહે છે




















Recent Comments