ભક્તિનો માહોલ છે ને
સંતોના આશીર્વાદ છે,
કુંડલાની આ ધરા પર
ભજનોના નાદ છે.
શ્રી જીવણ સાહેબ બિરાજશે
હવે નિજ ધામમાં,
શ્રદ્ધા તણો ઉત્સવ હવે છે મેઘવાળના આંગણે.
–“પાંધી સર”
સાવરકુંડલાની પવિત્ર ધરા પર આગામી ચૈત્ર સુદ પૂનમ (હનુમાન જયંતી), તા. ૦૨/૦૪/૨૦૨૬ ના રોજ એક ઐતિહાસિક ધાર્મિક ઉત્સવ મનાવવામાં આવશે. મેઘવાળ સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવમાં રવિભાણ સંપ્રદાયના સંતશ્રી દાસીજીવણ સાહેબની નૂતન મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોક્ત પદ્ધતિથી સંપન્ન થશે.
આ મહોત્સવ અંતર્ગત સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦ દરમિયાન ‘મહાસતકાર સમારોહ’ યોજાશે, જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ તથા વિવિધ રાજકીય આગેવાનો અને સંતો-મહંતો ઉપસ્થિત રહી શોભા વધારશે. રાત્રે ૦૭:૦૦ કલાકે અખંડ જ્યોત સાથે બાબા રામદેવપીરનો ભવ્ય ‘જ્યોતપાટ’ યોજાશે, ત્યારબાદ રાત્રે ૧૦:૦૦ કલાકે નામાંકિત ભજન આરાધકો દ્વારા ભવ્ય ‘સંતવાણી’ પીરસવામાં આવશે.
આ પ્રસંગે સમગ્ર મેઘવાળ સમાજ માટે ‘ધુમાડા બંધ’ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રવિભાણ સંપ્રદાયના સંતોના દિવ્ય આશીર્વાદ સાથે યોજાનારા આ મહોત્સવમાં પધારવા આયોજકો દ્વારા જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સ્થળ: દશનામી જૂના હનુમાનજી જગ્યા, રેલ્વે સ્ટેશન રોડ, સાવરકુંડલા.
















Recent Comments