ભારત ૬ થી ૮ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત ઉૐર્ં-ઇન્ટરનેશનલ રેગ્યુલેટરી કોઓપરેશન ફોર હર્બલ મેડિસિન્સ (ૈંઇઝ્રૐ) વર્કશોપનું આયોજન કરશે. આયુષ મંત્રાલય દ્વારા વિશ્વ આરોગ્ય સંગઠન (ઉૐર્ં) અને ફાર્માકોપીયા કમિશન ફોર ઇન્ડિયન મેડિસિન એન્ડ હોમિયોપેથી (ઁઝ્રૈંસ્શ્ૐ)ના સહયોગથી આયોજિત, ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય વર્કશોપ હર્બલ દવાઓના નિયમન માટે ક્ષમતાને મજબૂત બનાવવા માટે વૈશ્વિક નિષ્ણાતો અને નિયમનકારોને એકસાથે લાવશે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા અને ઉૐર્ં-ૈંઇઝ્રૐના અધ્યક્ષ ડૉ. કિમ સુંગચોલ દ્વારા કરવામાં આવશે. ભૂતાન, બ્રુનેઈ, ક્યુબા, ઘાના, ઇન્ડોનેશિયા, જાપાન, નેપાળ, પેરાગ્વે, પોલેન્ડ, શ્રીલંકા, યુગાન્ડા અને ઝિમ્બાબ્વે સહિતના દેશો વ્યક્તિગત રીતે ભાગ લે તેવી અપેક્ષા છે, જ્યારે બ્રાઝિલ, ઇજિપ્ત અને યુનાઇટેડ સ્ટેટ્સ વર્ચ્યુઅલી જાેડાશે.
આ વર્કશોપ આંતરરાષ્ટ્રીય સહયોગ અને તકનીકી વિનિમય માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે, જેમાં પાંચ મુખ્ય ઉદ્દેશ્યો છે: સહયોગને પ્રોત્સાહન આપવું, સલામતી અને અસરકારકતા પદ્ધતિઓ વધારવી, નિયમનકારી સંકલનને ટેકો આપવો અને વૈશ્વિક સ્તરે પરંપરાગત દવા પ્રણાલીઓને સશક્ત બનાવવી.
હાઇલાઇટ્સમાં ઉૐર્ં-ૈંઇઝ્રૐ કાર્યકારી જૂથો ૧ અને ૩ની સમીક્ષાઓ સામેલ છે – જે હર્બલ દવાઓની સલામતી, નિયમન, અસરકારકતા અને હેતુપૂર્વકના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે – તેમજ પ્રી-ક્લિનિકલ સંશોધન, નિયમનકારી માળખા અને સલામતી કેસ સ્ટડીઝ પર સત્રો, જેમાં અશ્વગંધા (વિથાનિયા સોમ્નિફેરા) પર ધ્યાન કેન્દ્રિત કરીને ચર્ચાનો સમાવેશ થાય છે.
ઁઝ્રૈંસ્શ્ૐ પ્રયોગશાળાઓમાં ૐઁ્ન્ઝ્ર તકનીકનો ઉપયોગ કરીને હર્બલ દવા ઓળખ, ભારે ધાતુ વિશ્લેષણ અને કીમો-પ્રોફાઇલિંગમાં વ્યવહારું તાલીમનો લાભ સહભાગીઓને મળશે. આ વર્કશોપ આયુષ સુરક્ષા (ફાર્માકોવિજિલન્સ) કાર્યક્રમ પણ શરૂ કરશે, જેનો હેતુ પરંપરાગત દવાઓની સલામતી દેખરેખને મજબૂત બનાવવાનો છે.
ભારતના સંકલિત આરોગ્યસંભાળ ઇકોસિસ્ટમની ઊંડાણપૂર્વકની સમજ પૂરી પાડવા માટે, પ્રતિનિધિઓ ઁઝ્રૈંસ્શ્ૐ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુનાની મેડિસિન (દ્ગૈંેંસ્), ગાઝિયાબાદ અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (છૈંૈંછ), નવી દિલ્હીની મુલાકાત લેશે.
વિવિધ ખંડોના નિયમનકારી અધિકારીઓ અને નિષ્ણાતોની ભાગીદારી સાથે, આ વર્કશોપ વૈશ્વિક ધોરણોના સુમેળમાં અને મુખ્ય પ્રવાહની જાહેર આરોગ્ય પ્રણાલીઓમાં પરંપરાગત દવાના સલામત, અસરકારક એકીકરણને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર યોગદાન આપશે તેવી અપેક્ષા છે.
ત્રણ દિવસીય ટેકનિકલ મીટમાં વ્યવહારું તાલીમ, કેસ સ્ટડી અને વૈશ્વિક નિયમનકારી સંવાદનો સમાવેશ થશે

Recent Comments