અમરેલી

ખેલો મહાકુંભના વિજેતા ખેલાડીઓએ અમરેલી જિલ્લા રમત ગમત કચેરી ખાતેથી સર્ટિફિકેટ મેળવી લેવા

ખેલ મહાકુંભ-૩.૦ અને ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત અમરેલી જિલ્લામાં તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ખેલાડીઓ, તેમજ જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ અને સ્પેશિયલ ખેલ મહાકુંભ-૨૦૨૫ના વિજેતા ખેલાડીઓના પ્રમાણપત્રો (સર્ટિફિકેટ) સરદાર પટેલ રમત સંકુલ, અમરેલી કચેરી ખાતે આવી ગયા છે. આથી તમામ કન્વીનરશ્રીઓ, આચાર્યશ્રીઓ તથા સ્પર્ધકોએ વિજેતા ખેલાડીઓની યાદી સાથે ઓફિસે આવીને આ સર્ટિફિકેટ મેળવી લેવાના રહેશે. આ અંગેની વધુ વિગત માટે ઓફિસના સંપર્ક નંબર ૦૨૭૯૨-૨૯૯૦૬૧ પર ઓફિસ સમય દરમિયાન (સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી) ફોન કરીને સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા રમત ગમત કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts