ટ્રમ્પ સત્તા સંભાળતા જ ૧૮ હજાર ભારતીયોને ઘરભેગા કરશે
અમેરિકામાં આશરે ૧૫ લાખ ગેરકાયદે રહેનારા વસાહતીઓ સામે ટ્રમ્પ સરકાર હવે આકરી કાર્યવાહીની તૈયારીમાં લાગી ગઈ છે અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહયું છે કે તેઓ ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળશે પછી અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા તમામને તેઓના દેશોમાં પરત મોકલી દેવાશે. આ રીતે અમેરિકાના ઈતિહાસમાં હજી સુધીમાં નોંધાયેલું આ સૌથી મોટું ડીપોર્ટેશન (દેશ- નિકાલ) કરવાનું અભિયાન બની રહેશે. છે. આ માટે અમેરિકાનાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અમેરિકામાં આશરે ૧૫ લાખ ગેરકાયદે વસાહતીઓ છે. તેઓને દેશ નિકાલ કરવા માટે વ્યવસ્થા વિચારાઈ રહી છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા અન્ય દેશોના વતનીઓમાં મેક્સિકો પ્રથમ ક્રમે છે તે પછી અલ સાલ્વાડોર છે જ્યારે ત્રીજા ક્રમે આશરે ૭,૨૫,૦૦૦ ભારતીયો અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલા છે.
તેમનો ૧૮૦૦૦ જેટલા સૌથી પહેલી ખેપમાં ભારત પરત મોકલવામાં આવશે, તે માટે દસ્તાવેજીકરણ શરૂ થઈ રહયું છે. આઇસીઈ ડેટા પ્રમાણે પહેલાં જૂથમાં નવેમ્બર ૨૦૨૪માં મુકેલી ગણતરી પ્રમાણે ૧૭,૯૪૦ ભારતીયોને સ્વદેશ પાછા મોકલવામાં આવશે. આ ડેટા રીલીઝ થયો તે પહેલાં પણ ઓક્ટોબર મહિનામાં અમેરિકાએ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ગેરકાયદે ઘૂસેલા ભારતીયોને સ્વદેશ પરત મોકલી દીધા છે. ઓક્ટોબર રરમીએ વિદાય કરેલી આ ફલાઈટ માટે ભારતે પણ પૂરો સહકાર આપ્યો હતો. તેમ ડીપાર્ટમેન્ટ ઓફ હોમ સિકયોરિટી દ્વારા જણાવવામાં આવ્યું છે. બીજી તરફ હજ્જારો ભારતીયો જેઓનું ડોક્યુમેન્ટેશન થયું નથી તેઓ પોતાનું સ્ટેટસ લીગલાઈઝ કરવા મથી રહ્યા છે.
આ પૈકીના ઘણાએ આઇસીઈ દ્વારા ક્લિયરન્સ મળે તેની રાહયમાં બેઠા છે. ડેટા વધુમાં જણાવે છે કે છેલ્લાં ૩૦ વર્ષ દરમિયાન સરેરાશ ૯૦,૦૦૦ ભારતીયો ગેરકાયદે સરહદ ઓળંગી અમેરિકામાં ઘુસવા પ્રયત્ન કરતા પકડાયા હતા. આ રિપોર્ટ વધુમાં જણાવે છે કે હોન્ડુરાસમાંથી ૨,૬૧,૬૫૧ અન-ડોક્યુમેન્ટેડ (ગેરકાયદે) વસાહતીઓ અમેરિકામાં પ્રવેશ્યા હતા. તે પછી ગ્વાટેમાલા, મેક્સિકો અને અલ-સાલ્વાડોરનો ક્રમ આવે છે. પોતાના જ નાગરિકોને પાછા નહીં સ્વીકારવામાં મુખ્ય ૧૫ દેશો છે. જેઓ ખરી મૂંઝવણ ઉભી કરી રયાં છે. તેમનું વલણ અસહકાર ભર્યું છે. આ સાથે આ રિપોર્ટમાં તે ૧૫ દેશોનાં નામ આપવામાં આવ્યા છે. જે આ પ્રમાણે છે ઃ ભારત, ભૂતાન, બર્મા, કયુબા, ડેમોક્રેટિક રીપબ્લિકન ઓફ કોંગો, ઈટીટ્રિયા, ઇથોપિયા, હોંગ-કોંગ, ઈરાન, લાઓસ, પાકિસ્તાન, પીપલ્સ રીપબ્લિકન ઓફ ચાયના, રશિયા, સોમાલિયા અને વેનેઝુએલા.
Recent Comments