સેવા તણો આ યજ્ઞ કરી
સૌને સાચવ્યા,
પોલીસના એ સ્ટાફને
હેલ્થથી નવડાવ્યા.
સંકટ સમયમાં સાથ દેશે ‘રેડક્રોસ’ની આ કીટ,
માનવતાના કાજે અમે
સંબંધો નીભાવ્યા.
–“પાંધી સર”
૮ મે ‘વિશ્વ રેડક્રોસ દિવસ’ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલા તાલુકા શાખા દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન અને રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પ દરમિયાન પોલીસ સ્ટાફના બ્લડ પ્રેશર (BP) અને ડાયાબિટીસ જેવા મહત્વના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી સાહેબ અને પી.આઈ. શ્રી સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફનો બહોળા પ્રમાણમાં સહયોગ પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમના અંતે રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલાના સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસ દ્વારા બંને પોલીસ સ્ટેશનમાં ઇમરજન્સી સેવા માટે ‘ફર્સ્ટ એડ કીટ’ (પ્રાથમિક સારવાર કીટ) અર્પણ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં શ્રી પ્રિયંકા મેડમ અને શ્રી ઈલા મેડમનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો.




















Recent Comments