ગુજરાતમાં ફરી વધશે ઠંડી હવામાન વિભાગની આગાહી
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉચકાયો હતો ગુજરાતના(ય્ેદ્ઘટ્ઠટ્ઠિં)અનેક શહેરોમાં છેલ્લા બે દિવસમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જાેકે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસના રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જાેવા મળશે. આગામી ત્રણ દિવસમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ૨થી ૪ ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. અમદાવાદમાં શુક્રવારે મહત્તમ તાપમાન ૩૦.૮ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૧૭.૯ ડિગ્રી નોંધાયું છે.જાે શુક્રવારના તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં ૧૧.૬ ડિગ્રીથી લઈને ૨૩.૪ ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં સૌથી ઓછું નલિયામાં ૧૧.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
જ્યારે વેરાવળમાં ૨૩.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉચકાયો હતો. જાેકે શુક્રવારે દિવસ દરમિયાન તાપમાન એક ડિગ્રી જેટલું ઘટ્યું હતું. અમદાવાદ શહેરમાં ૧૭.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે ગુરુવારે ૧૯ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન સૌથી ઉંચું તાપમાન ૩૦.૮ ડિગ્રી રહ્યું હતું.ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડી વધવા લાગી છે ત્યારે આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે. હવામાન વિભાગ પ્રમાણે ઠંડી માટે ડિસેમ્બર મહિના ગણી શકાય.
આ સમયમાં ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થતી હોય છે જેની અસર ગુજરાત ઉપર દેખાશે. એટલે આ મહિનામાં ગુજરાતમાં ઠંડી રેકોર્ડ તોડી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૮ ડિસેમ્બર, ૨૦૨૪થી પશ્ચિમ હિમાલયના ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે. જેના કારણે પશ્ચિમ હિમાલયમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.સમગ્ર કાશ્મીર ખીણમાં હાડ કંપાવી દેનારી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. તાપમાનમાં વધુ ઘટાડો થયો છે. ગુરુવારે રાત્રે કાશ્મીરના તમામ વિસ્તારોમાં તાપમાન સતત નીચું જાેવા મળ્યું હતું. શ્રીનગરમાં માઈનસ ૪.૧ ડિગ્રી સાથે વર્તમાન શિયાળાની સૌથી ઠંડી રાત નોંધાઈ છે. દક્ષિણ કાશ્મીરના શોપિયામાં માઈનસ ૬.૬ ડિગ્રી તાપમાન સાથે પહેલગામ અને ગુલમર્ગ કરતાં વધુ ઠંડુ હતું.
Recent Comments