સુરત શહેરમાં યુવાનો ની સેવા સમર્પણ અને સમય બદ્ધતા થી માનવતા નું વંદનીય કાર્ય પ્રથમ વખત કેફે દ્વારા માનવ સેવા માટે અનોખી પહેલ એઆર મોલ, મોટાવરાછા ખાતે “મૂન કેફે” દ્વારા વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં પ્રથમ વખત કોઈ કેફે દ્વારા આ પ્રકારનું સામાજિક અને માનવતાભર્યું આયોજન કરવામાં આવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આ બ્લડ ડોનેશન કેમ્પમાં શહેરના અનેક યુવાનો, સામાજિક આગેવાનો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકોના આ સેવા યજ્ઞને બિરદાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન માનવ સેવા અને સમાજ પ્રત્યેની જવાબદારીનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું. કેમ્પમાં કુલ ૨૫૧ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. “મૂન કેફે” દ્વારા કરવામાં આવેલ આ સેવા કાર્યને શહેરભરમાં પ્રશંસા મળી રહી છે.આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે, “રક્તદાન એ મહાદાન છે અને કોઈ અજાણ્યા વ્યક્તિના જીવનને બચાવવાનો સૌથી મોટો માનવધર્મ છે.” યુવાનોમાં સમાજસેવાની ભાવના વધે અને વધુમાં વધુ લોકો રક્તદાન માટે પ્રેરાય તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.“મૂન કેફે”એ પોતાના આ પ્રથમ સામાજિક આયોજન દ્વારા માત્ર એક કેફે તરીકે નહીં પરંતુ સમાજ માટે જવાબદાર સંસ્થા તરીકે નવી ઓળખ ઉભી કરી છે.“એક બોટલ રક્ત — અનેક જીવનો માટે નવી આશા.”“રક્તદાન મહાદાન.” ની હદય સ્પર્શી અપીલ સાથે રક્તદાત યુવાનો એ લાઈનો લગાવી હતી
“યુવાનો એ રક્તદાન માટે લાઈનો લગાવી” સુરત શહેરમાં પ્રથમ વખત કેફે દ્વારા માનવ સેવા માટે અનોખી પહેલ













Recent Comments