૩૧ મે રવિવાર ૨૦૨૬ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ દરમ્યાન તમાકુ નિષેધ દિવસ પર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના તત્વાઘાનમાં ગાયત્રી શકિતપીઠ રાણીપ અને ગાયત્રી પરિવાર અમદાવાદની અન્ય શાખાઓના સહયોગ દ્વારા વ્યસન મુકિત રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં આ રેલીમાં ગાયત્રી પરિવાર નારણપુરા-વાડજ-ચાંંદખેડા શાખાઓના અગ્રગણીઓ,પરિજનોએ ઉત્સાહ પૂર્વક જોડાઈ ભાગ લીધો હતો આ રેલીનું આયોજન સમાજમાં વ્યસન પ્રત્યે જાગૃતિ લાવવાના શુભ ઉદ્દેશના પ્રયાસરૂપે વ્યસન મુકિત પ્રદર્શન દ્વરા કરવામાં આવ્યું હતું રેલીમાં પ્રોત્સાહિત થઈ ઉત્સાહ પૂર્વક વિવિધ સંસ્થાઓ-વિદ્યાર્થી-વાલીઓ-યુવા મિત્રોએ જોડાઈ રાણીપ વિસ્તારના મુખ્ય માર્ગો ઉપર વ્યસન મુકિતના બેનરો સાથે ફરીને ગાયત્રી શકિતપીઠ રાણીપ ખાતે સફળતા પૂર્વક પરત ફર્યા હતા
“છોડ દો ભાઈ છોડ દો” તમાકુ નિષેધ દીને અખિલ વિશ્વ ગાયત્રી પરિજનો ની તમાકુ છોડો અભિયાન ની ધ્યાનાકર્ષક રેલી યોજાય













Recent Comments