કામલમ ખાતે કારોબારી બેઠકમાં કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાએ ભાજપના શાસનનું સરવૈયુ વિષય પર સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપે વિકાસના અનેક કામો કર્યા છે. વર્ષ 1995માં ગુજરાતમાં સ્પષ્ટ બહુમતની સરકાર આવી અને ગુજરાતમાં વિકાસના અનેક કામ કર્યા.
ગુજરાતમાં ભાજપની સરકાર કોઇ વારસામાં નથી મળી, બગાસુ ખાતા પતાસુ નથી મળ્યુ કે આકસ્મીક રીતે નથી મળી પરંતું ભાજપના કાર્યકર્તાના તપથી પ્રાપ્ત થઇ છે. ગુજરાતમાં શાંતી, સલામતી ભાજપની સરકારમાં આવી. 1995માં કેશુભાઇની સરકારમાં અમદાવાદમાં પોપટીયા વાડ જેવા વિસ્તારમાં પહેલી વખત ગુજરાત પોલીસે પગ મૂક્યો .ગુજરાતમાં માફિયા ગીરી પણ સરકારે બંધ કરાવી પ્રજાને સલામતી આપી.
કોંગ્રેસના સાશનમાં ગુજરાતના ગામોમાં વિજળી ન હતી પરંતુ ભાજપની સરકારમાં તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગામડાના લોકોને વિજળી આપી સિવિલ હોસ્પિટલમા પહેલા કોઇ દર્દીને દાખલ કરવામાં આવે તો ફળીયા લઇ આવતા કેમ કે તેઓ માનતા કે સિવિલ હોસ્પિટલમાં ગયેલ દર્દી હવે પાછો નહી આવે પરંતું આજે સૌથી વધુ લોકો સિવિલ હોસ્પિટલનો ઉપયોગ કરે છે. ગુજરાત રાજયમાં વિજળી,આરોગ્ય,પાણીનું માળખુ ગુજરાત સરકારે તૈયાર કર્યું.

















Recent Comments