અમદાવાદ ઝોનની ૪ જિલ્લાની ૨૫ નગરપાલિકાઓની સમિક્ષા બેઠક યોજાઈ

ભાજપના નેતૃત્વાળી સરકાર દ્વારા ગુજરાતની નગરપાલિકાઓના વિકાસની રફતાર સાથે જનસેવાનો નિર્ધાર વ્યકત કરતા ધનસુખ ભંડેરી
નગરપાલિકાઓને ફાળવાયેલ ગ્રાન્ટના મહતમ ઉપયોગથી લોકોની પ્રાથમિક સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તે માટે અમદાવાદ ઝોનનાં ૪ જિલ્લાઓ જેમા અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લાની કુલ મળી ૨૫ નગરપાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની સમિક્ષા બેઠકમાં માર્ગદર્શન પુરૂ પાડતા ધનસુખ ભંડેરી
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ નવી ઉર્જા, નવા વિચાર સાથે દેશને નવી દિશા તરફ આગળ વધારી રહયા છે, મોદીજીના શાસનકાળમાં દેશ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સુરક્ષા, સરંક્ષણ ક્ષેત્રે અનેક ઉચાઈઓ સર કરી રહયો છે. ત્યારે રાજયના માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકાર દ્વારા ગુજરાતનો સર્વાંગિ વિકાસ થઈ રહયો છે ત્યારે રાજયની ભાજપા સરકાર વિકાસ માટે નવુ બળ પુરૂ પાડીને આર્ત્મનિભરતાના સંકલ્પને સાકાર કરશે તેમજ સરકારની સામુહિક શકિતઓ, વિવિધ યોજનાઓ, પ્રોજેકટને પુરા કરવાની દિશા તરફ આગળ વધી રહી છે ત્યારે આ અંતર્ગત ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં નવા વર્ષના પ્રારંભે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ ધ્વારા સમગ્ર ગુજરાતભરમાં ઝોનવાઈઝ નગરપાલિકાઓની સમિક્ષા બેઠક યોજાઈ રહી છે ત્યારે સૌપ્રથમ અમદાવાદ ઝોનનાં ૪ જિલ્લામાં સમાવિષ્ટ અમદાવાદ,ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લાની કુલ મળી ૨૫ નગરપાલિકાઓ જેમાં અમદાવાદ જિલ્લાની વિરમગામ, ધંધુકા, આણંદ, ધોળકા, બાવળા અને બારેજા નગરપાલિકા, ખેડા જિલ્લાની નડીયાદ, કપડવંજ, મહેમદાવાદ, ચકલાસી, ખેડા, ડાકોર, કઠલાલ, મહુધા, કણજરી, ઠાસરા નગરપાલિકા, સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગર-વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, થાનગઢ, ચોટીલા, પાટડી નગરપાલિકા, બોટાદ જિલ્લાની બોટાદ, ગઢડા, બરવાળા નગરપાલિકા સહીતના નગરપાલિકાઓના પદાધિકારી તથા અધિકારીઓની ઝોન બેઠક ગાંધીનગર ખાતે સી.ટી. પી. કચેરી ઓડીટોરીયમમાં ખાતે મળી હતી. આ બેઠકમાં નગરપાલિકાઓના પ્રમુખઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, નગરપાલિકાના ચીફ ઓફસર, એન્જીનીયરો સહીતના સાથે અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. આ બેઠકનો પ્રારંભ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીના હસ્તે દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં અમદાવાદ ઝોનના પ્રાદેશિક કમિશનર (નગરપાલિકા) અનિલ રાણાવસીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમજ સી.ઈ.ઓ. પટ્ટણીએ પ્રેઝન્ટેશન કરેલ હતું. આ સમિક્ષા બેઠકમાં અધિક કલેકટર પટેલ, જીએમએફબીના અધિકારી નટુભાઈ દરજી, ધીરેનભાઈ, ભાવીનભાઈ સહીતના ઉપસ્થિત રહયા હતા.
આ તકે ઉપસ્થિત નગરપાલિકાના પદાધિકારી તથા અધિકારીઓને નુતન વર્ષની શુભેચ્છા પાઠવતા ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા જનહિત પરીણામોની અનુભૂતિ જન-જનને થઈ રહી છે, ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા શાંતિ અને સલામતી વિકાસની ધરોહર છે. ભાજપાના નેતૃત્વમાં ગુજરાતમાં સામાજીક, આર્થિક, ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસ વધુ ગતિશીલ બન્યો છે ત્યારે આ સરકાર સદા અને સર્વદા લોકોની સાથે રહી છે. ત્યારે | ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડની કરોડો રૂપીયાની ગ્રાન્ટ ફાળવી રાજયની મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓનો સર્વાંગિ વિકાસ થાય અને લોકોને પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત માળખાકીય અને આંતર માળખાકીય સુવિધાઓ પુરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય તે દિશામાં વિકાસની રફતાર સાથે અને જનસેવાના નિર્ધાર સાથે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટથી નગરપાલિકાઓ હાઈટેક બને અને લોકોની સુખાકારી જળવાય અને વિકાસ કાર્યો ઝડપથી હાથ ધરાય તે માટે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા તબકકાવાર નગરપાલિકાઓની સમિક્ષા બેઠક યોજાઈ રહી છે. ત્યારે ગુજરાતના ખુણેખુણાનો વિકાસ કરી વિકસીત ગુજરાતના મજબુત પાયા નાંખી ગુજરાતને ઉતમ મોડેલ સ્ટેટ બનાવવા તરફ ભાજપા સરકાર આગળ વધી રહી છે ત્યારે આપણે સૌ આ સહીયારા પ્રયાસથી આપણા ગુજરાતને વધુ બળવતર બનાવવા માટે સહભાગી થઈ ગુજરાતના વિકાસની રફતારને ઉચાઈ પર લઈ જવા કટીબધ્ધ બનીએ. ત્યારે વધુમાં ધનસુખ ભંડેરીએ જણાવેલ કે રાજયની ભાજપ સરકારની વિકાસલક્ષી, રાષ્ટ્રવાદી, પ્રજાભિમુખ વિચારધારાથી જન-જન વિકાસધારામાં જાેડાઈ રહયો છે. રાજયની ભાજપ સરકારે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ ના ધ્યેયેસૂત્ર સાથે સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે યોજનાઓ અમલી બનાવી તેનો સંપૂર્ણ લાભ મળે તેવું માઈકો આયોજન કર્યું છે ત્યારે રાજય સરકારની અનેકવિધ યોજનાઓથી છેવાડાના માનવીના પાયાના પ્રશ્નો હલ થાય અને લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ કરી નગરપાલિકાઓ મહાનગરપાલિકા જેવી બને અને મહાનગરપાલિકાઓ મેગાસીટી બને તેમજ નગરપાલિકાઓને ફાળવાયેલ ગ્રાન્ટના મહતમ ઉપયોગથી લોકોની પ્રાથમિક સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તે માટે આયોજનબધ્ધ કામગીરી થાય અને વહીવટી અને કાયદાકીય જ્ઞાનની એકબીજા સાથે આપ-લે થાય અને જાણકારીમાં વૃધ્ધી થાય, ગ્રાન્ટ અંગેના સૂચનો અને ચાલુ કામો પુરા કરવા અંગેની માહિતી પુરી પાડેલ., સારી ગુણવતાવાળા કામ અંગે, ખાતમુર્હતની સાથે જ લોકાપર્ણ થાય તે પરત્વે જાગૃતતા દાખવવા વિષદ માર્ગદર્શન પુરૂ પાડેલ.
Recent Comments