સાવરકુંડલા શહેર અને તાલુકાના નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે *સાવરકુંડલાના સંધિ ચોક સ્થિત ઘેલાણી નિવાસ ખાતે આવેલા હોલિસ્ટિક હેલ્થકેર સેન્ટર પર એક ભવ્ય અને નિ:શુલ્ક એક્યુપ્રેશર સારવાર તેમજ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.* ‘દવા વિના દર્દ મુક્તિ તરફ એક કદમ’ ના ઉમદા સૂત્ર સાથે યોજાઈ રહેલી આ શિબિર આજ રોજ તારીખ 11 જૂન 2026 થી શરૂ થઈને આગામી તારીખ 16 જૂન 2026 સુધી ચાલશે.
આ કેમ્પની મુખ્ય વિશેષતા એ છે કે *તેમાં મુંબઈના સુપ્રસિદ્ધ અને અનુભવી એક્યુપ્રેશર ગુરુજી શ્રી નવનીતભાઈ શાહ અને તેમની નિષ્ણાત ટીમ દ્વારા દર્દીઓને તપાસવામાં આવશે અને સારવાર આપવામાં આવશે.*
વિવિધ અસાધ્ય રોગો માટે અક્સીર સારવાર
આ શિબિરમાં કોઈપણ પ્રકારની દવા વગર, માત્ર શરીરના ઉર્જા કેન્દ્રોને સંતુલિત કરીને જટિલ રોગોમાંથી મુક્તિ અપાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને:
ગરદન, ખભા, પીઠ અને કમરના દુખાવા
સંધિવા, સાંધાનો તેમજ ગોઠણનો અસહ્ય દુખાવો અને સાંધાની જકડાઈ જવી
જૂની શરદી, સાયનસ અને આધાશીશી (માથાનો દુખાવો)
બ્લડ પ્રેશર (લોહીનું દબાણ) અને ડાયાબિટીસ (મધુપ્રમેહ)
ગેસ, એસિડિટી, ઝાડા અને કબજીયાત જેવા પેટના રોગો
અનિદ્રા, ચક્કર આવવા, ઉલટી થવી, પાંડુરોગ અને કંપવા (પાર્કિન્સન્સ)
*ઘેરબેઠા ઉપચાર માટે તાલીમ પણ આપવામાં આવશે કેમ્પમાં માત્ર સારવાર જ નહીં, પરંતુ લોકો ભવિષ્યમાં પણ નિરોગી રહી શકે તે માટે એક્યુપ્રેશર પદ્ધતિના મહત્વના પોઇન્ટ્સ સરળતાથી શીખવવામાં આવશે.* આ માટેનો સમયપત્રક નીચે મુજબ રાખવામાં આવ્યો છે:
સારવાર (ચેક-અપ) નો સમય: સવારે 09:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી.
સારવાર પદ્ધતિ શીખવવાનો (તાલીમ) સમય: બપોરે 03:00 થી સાંજના 06:00 વાગ્યા સુધી.
સ્થળ: હોલિસ્ટિક હેલ્થકેર સેન્ટર, ઘેલાણી નિવાસ, સંધિ ચોક, સાવરકુંડલા.
આ શિબિર તદ્દન નિ:શુલ્ક હોય, સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આ સુવર્ણ તકનો મહત્તમ લાભ લેવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શિબિર અંગેની વધુ માહિતી કે પૂછપરછ માટે મોબાઈલ નંબર 81411 75281 પર સંપર્ક કરવા જણાવાયું છે.

















Recent Comments