અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 6 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3487 પર

અમરેલી જિલ્લામાં એક દિવસના વધારા બાદ આજે પોઝિટિવ કેસોમાં ઘટાડો થયો. આજે ફક્ત 6 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં ગઈકાલે પોઝિટિવ કેસોમાં થયેલા અચાનક વધારા બાદ આજે પોઝિટિવ કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જિલ્લામાં આજે કોવિડ-19ના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા. હાલ સારવાર લઈ રહેલા દર્દીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને ખાળવા સતત પ્રયત્ન કરી રહ્યા છે. માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરીને તંત્રને અત્યાર સુધી જેમ સહકાર આપ્યો છે તેવો જ સહકાર આપે તેવી અપીલ કરવામાં આવે છે. હાલ કુલ પોઝિટિવ કેસનો આંક 3487 પર પહોંચ્યો.

Related Posts