અમરેલીમાં સીટી પોલીસે ટ્રાફિક ઝુંબેશ શરૂ કરી દંડ વસુલ કરવામાં આવ્યો

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અનુસાર અમેરલી સીટી પોલીસ દ્વારા અમરેલીના જુદા-જુદા વિસ્તારો પર ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી તેમાં લોકોની ફોરવિલ ગાડીને ચેક કરવામાં આવી હતી. અને ગાડીમાં ગેરકાયદેસર બ્લેક ફિલમ લાઈસન્સ વગેરે ડોકયુમેન્ટ ચેક કરવામાં આવેલ અને ગુજરાત સરકારી ગાઈડલાઈન મુજબ વધતા જતા કોરોના કેસને લઈ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો સીટી પી.આઈ. જે.જે.ચૌધરી, પી.એસ.આઈ. એમ.વી.પંડયા, એ.એસ.આઈ.ટ્રાફિક પોલીસ કેશુભાઈ સોલંકી તથા સીટી પોલીસ સ્ટાફને સાથે રાખી આ કામગીરી કરવામાં આવી.
Recent Comments