અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)- અમરેલીના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલના માધ્યમથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો આગામી તા. ૧૯/૦૮/૨૦૨૬ના બુધવારના રોજ સવારે ૧૧ કલાકે આઈ.ટી.આઈ. અમરેલી ખાતે યોજાશે.
આ મેળામાં AWIGN ENTERPRISES RAJKOT દ્વારા સ્માર્ટ મીટર ટેક્નિશિયનની જગ્યાઓ માટે ૧૮ થી ૪૫ વર્ષના ઉમેદવારોની જરૂરીયાત છે. શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ વાયરમેન, ઇલેક્ટ્રિશિયન જરૂરી છે, પસંદગી પામનાર ઉમેદવારોને ફ્રેશર માટે રૂ. ૨૨ હજાર પ્રતિ માસ તથા અનુભવ ધરાવતા ઉમેદવારોને રૂ.૨૫ હજાર પ્રતિ માસ પગાર આપવામાં આવશે. કાર્યસ્થળ અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા તથા જાફરાબાદ રહેશે.
ITM EDUTECH PVT LTD AHMEDABAD (ICICI BANK) દ્વારા સેલ્સ એક્ઝિક્યુટિવ,રિલેશનશીપ મેનેજરની જગ્યાઓ માટે ૧૮ થી ૨૫ વર્ષના ઉમેદવારોની જરૂરીયાત છે. શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ,પોસ્ટ ગ્રેજ્યુએટ જરૂરી છે, પસંદગી પામનાર ઉમેદવારોને રૂ. ૨૨ હજાર પ્રતિ માસ થી રૂ. ૨૫ હજાર પ્રતિમાસ સુધીનું વેતન આપવામાં આવશે. કાર્યસ્થળ અમરેલી જિલ્લો અને સમગ્ર ગુજરાત રહેશે.
ALTA AUTO LINK LLP, AMRELI (MARUTI SUZUKI ARENA) દ્વારા સેલ્સ એક્ઝિક્યુટિવ, સર્વિસ એડવાઇઝર, બોડીશોપ એડવાઇઝર, ફ્લોર સુપરવાઇઝર તથા ટેક્નિશિયનની જગ્યાઓ માટે ૧૮ થી ૩૦ વર્ષના ઉમેદવારોની જરૂરીયાત છે. શૈક્ષણિક લાયકાત ૧૦ પાસથી ગ્રેજ્યુએટ સુધીની રહેશે. પસંદગી પામનાર ઉમેદવારોને રૂ. ૨૨ હજાર પ્રતિ માસ થી રૂ. ૨૫ હજાર પ્રતિમાસ સુધીનું વેતન આપવામાં આવશે. કાર્યસ્થળ અમરેલી જિલ્લો અને સમગ્ર ગુજરાત રહેશે. વેતન કંપની નિયમો મુજબ રહેશે. કાર્યસ્થળ અમરેલી, સાવરકુંડલા, ધારી, બાબરા, રાજુલા રહેશે.
રસ ધરાવતા ઉમેદવારોએ ભરતીમેળાના સ્થળે પોતાના મૂળ શૈક્ષણિક પ્રમાણપત્રો, આધારકાર્ડ અને બાયોડેટા જેવા જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે. ખાસ નોંધનીય છે કે, ભરતીમેળામાં ભાગ લેતા પહેલા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર જઈને પોતાની ઓનલાઈન નોંધણી http://anubandham. gujarat.gov.in/account/signup. લિંક પર કરવાનું રહેશે. આ ભરતીમેળા અંગે વધુ વિગતો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના ફોન નંબર ૦૨૭૯૨-૨૨૩૩૯૪ પર સંપર્ક કરી શકાશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.















Recent Comments