આગામી ૨૫ માર્ચના કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગત તથા ગ્રામ સ્વાગત કાર્યક્રમ માર્ચ-૨૦૨૧થી શરુ રાખવામાં આવે છે. જેના અનુસંધાને આગામી તા. ૨૫/૩/૨૦૨૧ ચોથા ગુરુવારના રોજ સવારે ૧૧ કલાકે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કલેક્ટર કચેરી અમરેલી ખાતે યોજાશે.
નોંધનીય છે કે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ સફળતા મળતા મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગ્રામ્ય, તાલુકા કે જિલ્લા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું આયોજન કરવામાં આવે છે
Recent Comments