એનબીએસએ રકુલપ્રીત સિંહ પર થયેલા મીડિયા ટ્રાયલને લઈને ઓનએર માફી માગવા આદેશ
રકુલપ્રીત સિંહે બે મહિના પહેલાં સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ થઇ રહેલી તપાસમાં પોતાનું નામ આવ્યા પછી હાઇકોર્ટમાં એક યાચિકા ફાઈલ કરી હતી કે તેના વિરુદ્ધ ન્યૂઝ અને આર્ટિકલ પબ્લિશ કરવામાં ન આવે. કોર્ટે તેમાં મંત્રાલય સહિત કેસ સાથે જાેડાયેલા અન્ય લોકોને આદેશ આપ્યો હતો કે તે આ કેસમાં લીધેલા પગલાં અંગે જણાવે. હવે આ જ કેસમાં એક્શન લેતા ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડડ્ર્સ ઓથોરિટીએ તે ચેનલ્સને ફટકાર લગાવી છે, જેણે રકુલ વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ સમાચાર ચલાવ્યા હતા.
એનબીએસએ દ્વારા આ ચેનલ્સને ૧૭ ડિસેમ્બરે ઓન એર માફી માગવાનો આદેશ આપવામાં આવ્યો છે. રકુલ તરફથી કોર્ટમાં અમન હિંગોરાનીએ તેનો પક્ષ રજૂ કર્યો. એનબીએસએ અનુસાર ચેનલ્સે આ ટેક્સ્ટ દેખાડવી પડશે, ‘અમે રિયા ચક્રવર્તીના નશીલા પદાર્થના કેસમાં ચાલી રહેલા તપાસના રિપોર્ટમાં જે રીતે હેશટેગ/ ટેગલાઈન અને ફોટોઝ ટેલિકાસ્ટ કર્યા હતા તેના માટે માફી માગીએ છીએ.
આ ટેલિકાસ્ટે નૈતિકતા અને પ્રસારણ સ્ટાન્ડડ્ર્સનું ઉલ્લંઘન કર્યું જેમાં પ્રસારકોએ તટસ્થતા, નિષ્પક્ષતા, સટિકતા જાળવી રાખવાની જરૂર હતી. અમે સ્પષ્ટ કરીએ છીએ કે આ મુદ્દાને સનસનીખેજ બનાવવાનો કે કોઈપણ રીતે તપાસને પૂર્વાગ્રહ પ્રભાવિત કરવાનો અમારો કોઈ હેતુ ન હતો. અમે તે કેસમાં રિપોર્ટિંગ કરતા જેની તપાસ ચાલી રહી છે, તેમાંના દરેક વ્યક્તિની નિષ્પક્ષ તપાસ અને પ્રતિષ્ઠાના અધિકારને કાયમ રાખવાની અમારી પ્રતિબદ્ધતાને રિપીટ કરીએ છીએ.
Recent Comments