fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસ પક્ષમાં વધુ ખટરાગના સંકેત રાયબરેલેથી કોંગ્રેસના ૩૫ પદાધિકારીઓએ સોનિયા ગાંધીને રાજીનામું મોકલ્યું

નેતૃત્વ અને અસ્તિત્વના સંકટનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટીમાં વધુ ખટરાગના સંકેત મળી રહ્યાં છે. પંચાયત ચૂંટણી પહેલા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં મોટો ફટકો પડ્યો છે. શનિવારે રાયબરેલીથી ૩૫ પાર્ટીના પદાધિકારીઓએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું મોકલી દીધુ છે. આ તમામ નેતાઓએ પાર્ટીમાં જૂના નેતાઓની અનદેખી કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે.
રાયબરેલી કોંગ્રેસનો ગઢ ગણાય છે અને સોનિયા ગાંધીનો સંસદીય વિસ્તાર પણ છે. નારાજ કોંગ્રેસ નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અન્ય પાર્ટીઓથી આવેલા લોકોથી રાયબરેલીની હાલત પણ અમેઠી જેવી થઈ જશે. જાે કે કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષે જણાવ્યું કે, હાલ તેમની પાસે આવો કોઈ પત્ર નથી આવ્યો.
૩૫ નેતાઓનું રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે તાજેતરમાં જ અટલ જયંતી પર અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૪માં રાયબરેલીમાં પણ ભાજપનું કમળ ખીલશે. જેના ૧૨ દિવસ બાદ જ કોંગ્રેસ પાર્ટીમાં વિરોધનો અવાજ ઉઠ્યો છે. એવું મનાય છે કે, થોડા સમય પહેલા જ કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષે નવી કાર્યકારિણીનું ગઠન કર્યું હતું. જે બાદ વિરોધના સુર ઉઠ્યા હતા.
અર્જુનકુમાર સિંહ, સાધના સિંહ, રમેશકુમાર પાંડેય, છૈલ બિહારી મિશ્રા, રામશ્રી પટેલ, તારાવતી, રામ બહાદૂર પટેલ, શુભમ પાંડેય, વેદ પ્રકાશ ત્રિપાઠી. રામ પ્રકાશ પટેલ, રાનૂ દેવી, રામ પદારથ, મુકેશ તિવારી, ધર્મેન્દ્ર બહાદૂર સિંહ, સુખલાલ લોધ, દેવતા દીન, સંદીપ, રામપાલ સિંહ અને શહીદ અહમત સહિતના કેટલાક નેતાઓ છે.

Follow Me:

Related Posts