ગુજરાત

કોરોના વચ્ચે પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સુરતથી ટ્રેનમાં વડોદરા પહોંચ્યા

આવકારવા સમારંભમાં કાર્યકરોઓ ભૂલ્યા કોરોના

પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ પ્રમુખ બન્યા બાદ પહેલી વખત આજે વડોદરા પહોંચ્યા છે. સી.આર.પાટીલને આવકારવા મોટી સંખ્યામાં કાર્યકરો રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. આ સમયે જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સના લીરાલીરા ઊડતા જાેવા મળ્યા હતા આ ઉપરાંત સી.આર.પાટીલે નાકની નીચે માસ્ક પહેર્યું હતું અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહોતું. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપે પેટાચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
હવે પાલિકાની ચૂંટણીઓ આવવાની છે. એવા સમયે સી.આર.પાટીલ આજે વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સી.આર. પાટીલ સુરતથી ટ્રેનમાં મુસાફરી કરીને વડોદરા આવ્યા હતા. તેમના આગમન સમયે વડોદરા રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં વડોદરા ભાજપના નવનિયુક્ત પદાધિકારીઓ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.
રેલવે સ્ટેશનની લઇને સયાજીગંજ સ્થિત ભાજપ કાર્યાલય સુધી કેસરિયો માહોલ જાેવા મળ્યો હતો. કોરોનાકાળમાં શહેરમાં સૌપ્રથમ આ પ્રકારનો માહોલ સર્જાયો હતો અને ભાજપે ફરી એકવાર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને કોરોનાને ખુલ્લું આમંત્રણ આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સી.આર. પાટીલ ભાજપ પ્રદેશ-પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત વડોદરા આવ્યા છે. અગાઉ તેઓ કરજણ પેટાચૂંટણી માટે વડોદરા નજીક આવ્યા હતા. સી.આર. પાટીલની મુલાકાત આગામી ચૂંટણીની દૃષ્ટિએ મહત્ત્વની માનવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts