અમરેલી

કોવીડ-૧૯ ના સંક્રમણને અટકાવવા અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ,માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોની કડક અમલવારી કરવાની રહેશે

કોવીડ-૧૯ ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. છેલ્લા ચાર માસથી સમગ્ર દેશમાં કોવીડ-૧૯ના  એકટીવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે પરંતુ છેલ્લા કેટલાક સમયમાં કોવીડ-૧૯ કેસોની સંખ્યામાં વધારો થતા જિલ્લામાં તકેદારીના પગલા લેવા જરૂરી જણાતા  જિલ્લા કલેક્ટરશ્રી અને મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓકએ કેટલાંક પ્રતિબંધો ફરમાવ્યા છે.

પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે લોકોએ યોગ્ય રીતે ચહેરાને ઢાંકવા, હાથ સાફ રાખવા તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગના પાલનને સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ પગલા લેવાના રહેશે. કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં નિયત કરવામાં આવેલ એસ.ઓ.પી.નું ચુસ્તપણે પાલન કરવાની શરતે તમામ પ્રવૃતિઓ ચાલુ રાખી શકાશે. કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા અન્ય મોટા મેળાવળાઓ દરમિયાન પર્યાપ્ત સોશ્યલ ડિસ્ટન્સ અને તેના માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે, સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો રહેશે, થર્મલ સ્કેનીંગ, ઓક્સિમીટર, સેનીટાઇઝરની સગવડતા પુરી પાડવાની રહેશે, સ્ટેજ, માઇક, સ્પીકર તેમજ ખુરશીઓને સમયાંતરે સેનેટાઇઝ કરવાના રહેશે, હેન્ડ વોશ/ સેનેટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે, સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા, ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે, ૬૫ થી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અન્ય બિમારીઓથી પીડિત વ્યક્તિઓ આ પ્રકારના સમારંભમાં ભાગ ન લે તે સલાહભર્યું છે, આરોગ્ય સેતુ એપનો ઉપયોગ થાય તે હિતાવહ રહેશે, બેઠક વ્યવસ્થા ગોઠવતા સમયે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેની તકેદારી રાખવાની રહેશે, તમામ કાર્યક્રમો દરમ્યાન તબીબી સુવિધાઓ તુર્તજ ઉપબ્ધ થાય તે માટે જરૂરી પ્રબંધ કરવાનો રહેશે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હુકમ અનુસાર ધાર્મિક સ્થળો, મોલ્સ, રેસ્ટોરેન્ટ, હોટેલ, આતિથ્ય એકમો સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ એસ.ઓ.પી.નો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે, એરકન્ડીશનીંગ વેન્ટીલેશન માટે સી.પી.ડબલ્યુ.ડી.ની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામામાં વધુમા જણાવ્યા પ્રમાણે લગ્ન/ સત્કાર સમારંભ જેવા પ્રસંગો સંબંધમાં ખુલ્લા સ્થળોએ બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના ૫૦% થી વધુ નહી પરંતુ મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહ પ્રસંગનું આયોજન કરી શકાશે, આ અંગે ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ મૃત્યુ બાદની અંતિમ ક્રિયા/ ધાર્મિક વિધિમાં મહત્તમ ૫૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. હોલ, હોટેલ, બેન્કવેટ હોલ, રેસ્ટોરેન્ટ, ઓડીટોરીયમ, કમ્યુનીટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડી વિગેરે જેવા બંધ સ્થળે સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા અન્ય મોટા મેળાવળાઓમાં સ્થળની ક્ષમતાના ૫૦% ની મર્યાદામાં સમારોહ/ પ્રસંગનું આયોજન કરી શકાશે. જ્યારે પાર્ટી પ્લોટ, ખુલ્લા મેદાનો, સોસાયટીના કોમન પ્લોટ કે અન્ય ખુલ્લા સ્થળોએ સામાજીક, શૈક્ષણિક, રમત – ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક તથા અન્ય મંડળોનું જ્યારે આયોજન કરવામાં આવે ત્યારે ઉક્ત દર્શાવેલ બાબતોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

સિનેમા હોલ તથા થિયેટર સંદર્ભે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરમાર્શમાં બહાર પાડવામાં આવનાર એસ.ઓ.પી. અન્વયે રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ઉક્ત એસ.ઓ.પી.ને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સ્વિમીંગ પૂલ સંદર્ભમાં કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર એસ.ઓ.પી અન્વયે રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા ઉક્ત એસ.ઓ.પી. ને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. એકઝીબીશન હોલ સંદર્ભમાં કેન્દ્રીય વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર એસ.ઓ.પી અન્વયે રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ઉક્ત એસ.ઓ.પી ને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

અન્ય જુદી-જુદી પ્રવૃતિઓ જેવી કે ટ્રેન મારફતે મુસાફરોની અવર-જવર, હવાઇ મુસાફરી, મેટ્રો ટ્રેન, શાળાઓ, ઉચ્ચ શિક્ષણની શૈક્ષણિક સંસ્થાઓ, યોગા સેન્ટર, જિમ્નેશિયમ સંબંધમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના સંબંધિત વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલ એસ.ઓ.પીનું તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જાહેરમાં થૂંકવા તથા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો ન ઢાંકવા બદલ રાજ્ય સરકાર દ્વારા વખતો વખતના હુકમથી નિયત કરવામાં આવેલ દંડને પાત્ર રહેશે. તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વખતો-વખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે અને તમામે ચુસ્ત રીતે અમલ કરવાનો રહેશે

Follow Me:

Related Posts