અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તા.૨૩ માર્ચ, ૨૦૨૬થી તા.૩૦ માર્ચ, ૨૦૨૬ સુધી રમતગમત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
તાલીમાર્થીઓમાં શારીરિક ક્ષમતા તથા ખેલદીલી અને લીડરશીપના ગુણ ખીલે તે માટે આઇ.ટી.આઇના મેદાનમાં સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહમાં વિવિધ રમતોમાં ૩૨૪ જેટલા ભાઈઓ અને ૪૮ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તાલીમાર્થીઓને દાતાના સૌજન્યથી શિલ્ડ અને મોમેન્ટો, સર્ટિફીકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રમતગમત સપ્તાહને સફળ બનાવવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના કર્મચારીઓએ જહેમનત ઉઠાવી હતી.
સંસ્થાના આચાર્યશ્રી ડૉ. ટી.એમ. ભટ્ટે કાર્યક્રમના સુચારુ આયોજન અને સહકાર બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમ અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.














Recent Comments