ભાવનગર

ભાવનગર આર.ટી.ઓ. દ્વારા જાન્યુઆરી થી એપ્રિલ ૨૦૨૬ દરમ્યાન વિવિધ કેસોમાં ૩૧.૯૧ લાખનો દંડ કરાયો

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી,ભાવનગર દ્વારા અનઅધિકૃત એલ.ઇ.ડી. લાઈટ. HSRP નંબર પ્લેટ વગર
ચાલતા વાહનો, રોંગ સાઇડ/ભયજનક, વાહનની ક્ષમતા કરતા વધારે પેસેન્જર, નો પર્કિંગ જેવા ગુન્હાઓ બાબતે
ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફીક નિયમોનું પાલન કરાવવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો હતો.
આમ, જાન્યુઆરી-૨૦૨૬ થી એપ્રિલ-૨૦૨૬માં ખાસ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન અનઅધિકૃત એલ.ઈ.ડી. લાઈટના કુલ
૧૩૯૮ કેસોમાં રૂ. ૧૪,૩૧,૫૦૦/- નંબર પ્લેટ વગરના કુલ ૬૨૧ કેસોમાં રૂ. ૫,૧૬,૦૦૦/- રોંગ સાઇડ/ભયજનકના
૧૮૦ કેસોમાં રૂ. ૩,૨૮,૦૦૦/- ક્ષમતા કરતા વધારે પેસેજરના કુલ ૧૪૮ કેસોમાં રૂ. ૯,૦૭,૦૦૦/- તથા નોં પાર્કિંગના
કુલ ૧૮ કેસોમાં રૂ. ૯૦૦૦/- દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ, ભાવનગર આર.ટી.ઓ. દ્વારા જાન્યુઆરી થી
એપ્રિલ ૨૦૨૬ દરમ્યાન વિવિધ કેસોમાં ૩૧,૯૧,૫૦૦/- નો દંડ કરવામાં આવ્યો હતો.
ગુજરાત સ્થાપના દિન જેવા ગૌરવશાળી પ્રસંગે નાગરીકો જાગૃત બની ટ્રાફિકના નિયમોનું સ્વેચ્છાએ પાલન
કરે તે અનિવાર્ય છે. આગામી દિવસોમાં પણ માર્ગ સુરક્ષાના હિતમાં આવી કામગીરી સતત ચાલુ રહેશે.
કચેરી દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે, વાહન ચલાવતી વખતે તમામ જરૂરી દસ્તવેજો સાથે
રાખવા અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરી જવાબદાર નગરીક તરીકેનું ઉદાહરણ પૂરું પાડવું તમ પ્રાદેશિક
વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Related Posts