fbpx
ભાવનગર

ગઢડા સ્વામીના તાલુકા ના ઢસા ખાતે ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળનું સ્નેહ મિલન યોજાયું

સૌરાષ્ટ્ર ભર માંથી ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ માં PGVCL અને GETCO ના કર્મચારી   ની વિશાળ હાજરી જોવા મળી સમારોહ ના અધ્યક્ષ ઈશ્વરભાઈ મકવાણા ગિરીશભાઈ પરમાર  જીતેન્દ્રભાઈ વગડીયા ડી.કે જાદવ  સાહેબ સહિત ના મહાનુભવો એ દીપ પ્રાગટય કરી નીલકંઠ મહાદેવ મંદિર પરિસર ઢસા સમારોહ શરૂ કર્યો હતો પધારેલ મહાનુભવો નું પુષ્પગુંચ થી સત્કાર કરી પ્રાસંગિક પ્રવચનો માં ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ ના વિવિધ પજવતા પ્રશ્નો અંગે વિસ્તૃત માર્ગદર્શન સાથે સર્વ કર્મચારી ઓને થતા અન્યાય થી અવગત કરાયા હતાગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ ના કર્મચારી ઓને લાઈન મેન મીટર રીડર સહિત ના કર્મવિરો ને પરોક્ષ કે પ્રત્યેક્ષ થતા અન્યાય બદલી બઢતી ઉપરાંત સામાજિક સંવાદિતા ભૂલી ને કરતા વહેવારો થી ત્રસ્ત પીડિત કર્મચારી ઓ સાથે ના ભેદભાવ બંધ થવા ઉપરાંત અન્ય અનેકો પડતર પ્રશ્નો ના સુખદ ઉકેલ માટે રચનાત્મક અભિગમ થી ઉકેલ આવે તેવી બુલંદ માંગ સાથે સૌરાષ્ટ્ર ભર માંથી વિવિધ સમસ્યા સાથે ઉપસ્થિત રહેલ ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ ના સર્વ ની સમસ્યા નો સમય મર્યાદા માં ઉકેલ કરવા “એકબનો નેકબનો એકમેક ના પૂરક બનો” ના સંદેશ સાથે આહવાન કરાયુંગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળે વચનબદ્ધ પ્રતિજ્ઞા વ્યક્ત કરી “એક થઈ ને રહીએ નેક થઈ ને રહી સત્ય સામે સર ઝુકાવી લઈ એ પણ અન્યાય સહન નહિ કરી એ” સાથે સૌરાષ્ટ્ર ભર માંથી ખૂબ મોટી સંખ્યા માં ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ ના કર્મચારી ઓએ હાજરી આપી હતી

Follow Me:

Related Posts